તા. ૧૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૨ રવિવાર
News of Friday, 12th June 2026
ભાયાવદરના સાજડીયારી ગામેથી ગૂમ થયેલ ૪ બાળકીઓને પોલીસે શોધી કાઢી
ભાયાવદર અને રૂરલ પોલીસે ગણત્રીના કલાકોમાં બાળાઓને શોધી વાલીઓને સોંપીઃ ઠપકો અપાતા બાળાઓ ઘરેથી નીકળી ગઇ'તી

રાજકોટ તા. ૧ર :.. ભાયાવદરના સાજડીયારી ગામેથી ગૂમ થયેલ ૪ બાળાઓને ભાયાવદર અને રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે ગણત્રીના કલાકોમાં શોધી કાઢી વાલીઓને સોંપી પ્રસંશનીય કામગીરી હતી.
ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના સાજડીયારી ગામે વાલી દ્વારા બાળકીને ઠપકો આપતા બાળકીને દુઃખ લાગી આવતાં પોતે તથા પોતાની બે નાની બહેનો અને તેની બહેનપણી સાથે ઘરેથી નિકળી ગયેલ અને આ બાબતે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલસ તથા રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમોએ આ બાળાઓની શોધખોળ માટે તપાસ કરતા આ બાળકીઓ એસ.ટી. બસમાં બેસીને સાજડીયારી ગામેથી ઉપલેટા વાળી બસમાં બેસીને ઉપલેટા બસ સ્ટેન્ડ ખાતે આવેલ અને ઉપલેટા બસ સ્ટેન્ડમાં તપાસ કરતા આ બાળાઓ બીજી કોઇ બસમાં બેસેલ હોય જેમાં જેના ફોટાઓ બસ સ્ટેન્ડના ગ્રુપમાં મોકલી અને સીસીટીવી ચેક કરતા આ બાળાઓ ઉપલેટાથી રાજકોટ બાજૂની બસમાં ગયેલ હોવાની જાણકારી મળતા તુરંત જ રાજકોટ ગ્રામ્યની એલ. સી. બી. ની અલગ અલગ ટીમો દ્વારા રાજકોટ બસ સ્ટેન્ડ ખાતે પહોંચી બાળકીઓને બસમાંથી ઉતારી લઇ શોધી કાઢી વાલીઓને સોંપી હતી.
આ કાર્યવાહી એલ.સી.બી., રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર જે.પી. રાવ, પો. સ.ઇ. કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, એચ.સી. ગોહિલ, એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અનીલભાઇ બળકોદીયા, અમીતસિંહ જાડેજા, પો. હેડ કો.કોન્સ. અરવિંદસિંહ જાડેજા, નિલેશભાઇ ડાંગર, કૌશીકભાઇ જોષી, હિતેશભાઇ હમીરપરા, ગીતાબેન ગલચર, ભારતીબા સરવૈયા તથા પો.કોન્સ. ઇશીતભાઇ માણાવદરીયા, નિકુંજભાઇ સુતરીયા, અઝીમભાઇ સમા, શકિતસિંહ જાડેજા, ડ્રાઇવર પો.કોન્સ. અબ્દુલભાઇ શેખ, એસ.ઓ.જી.શ ાખાના પો. કોન્સ. કલ્પેશભાઇ કોઠીવાર તેમજ ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇ.ચા. પો.ઇન્સ. એચ.એમ. ધાંધલ, પો. સ.ઇ. એ.બી. કાકડીયા એ.એસ.આઇ. વિરમભાઇ વાણવી, પો.હે. કોન્સ.પ્રેમજીભાઇ કિહલા તથા પો.કોન્સ. મહેશભાઇ ગમારા સહિતના સ્ટાફે કરી હતી.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
