<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

વડાપ્રધાનના રાષ્‍ટ્રનિર્માણના ૧૨ વર્ષ સુવર્ણ અક્ષરે લખાશેઃ અલ્‍પેશ ઢોલરીયા-રવિ માકડીયા

 

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૧૨:  દેશના રાજકીય ઇતિહાસમાં સૌથી લાંબો સતત કાર્યકાળ ધરાવતા બિન કોંગ્રેસી વડાપ્રધાન તરીકે નરેન્‍દ્રભાઈ મોદીએ એક ઐતિહાસિક કીર્તિમાન સ્‍થાપ્‍યું છે ગરીબ કલ્‍યાણ, સુશાસન, સાંસ્‍કળતિક પુનજાગરણ અને આત્‍મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સંકલ્‍પ સાથે છેલ્લા ૧૨ વર્ષમાં દેશને નવી દિશા અને નવી ગતિ આપનાર વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં કેન્‍દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અને ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયા તથા જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડીયા એ તેમને શુભેચ્‍છાઓ પાઠવતા જણાવેલ કે છેલ્લા ૧૨ વર્ષમાં મોદીના નેતળત્‍વ વાળી કેન્‍દ્રની ભાજપ સરકાર દ્વારા અમલમાં મુકાયેલી જન કલ્‍યાણકારી યોજનાઓ એ દેશના વિકાસનો નવો અધ્‍યાય રચ્‍યો છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે વડાપ્રધાને અંત્‍યોદયના વિચારને વાસ્‍તવિકતા બનાવી સમાજના અંતિમ છેવાડે રહેલા વ્‍યક્‍તિ સુધી વિકાસના લાભો પહોંચાડ્‍યા છે તેમણે જણાવેલ હતું કે પ્રધાનમંત્રી જન ધન યોજના આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી આવાસ યોજના જલ જીવન મિશન સ્‍વચ્‍છ ભારત મિશન અને ડાયરેક્‍ટ બેનિફિટ ટ્રાન્‍સફર જેવી યોજનાઓ દ્વારા કરોડો પરિવારના જીવનમાં ગુણાત્‍મક પરિવર્તન આવ્‍યું છે આજે ગરીબોને મફત અનાજ આરોગ્‍ય સુરક્ષા ગેસ કનેક્‍શન આવાસ અને પીવાનું શુદ્ધ પાણી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્‍ધ બની છે બને એ વધુમાં જણાવેલ કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન દેશના ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ક્ષેત્રમાં પણ અભૂતપૂર્વ પરિવર્તન આવ્‍યું છે વર્ષ ૨૦૧૪ ની સરખામણીએ ડિજિટલ પેમેન્‍ટ્‍સ માં વિસ્‍ફોટક વધારો નોંધાયો છે દેશના બંદરોની ક્ષમતા ત્રણ ગણી થી વધુ થઈ છે એરપોર્ટની સંખ્‍યા ૭૪ થી વધીને ૧૬૦ થી વધુ થઈ છે જ્‍યારે એક્‍સ?ેસ વે નેટવર્ક અને મેટ્રો રેલ વ્‍યવસ્‍થામાં અનેક ઘણો વધારો થયો છે રેલવે વિદ્યુતકરણ ગેસ પાઇપલાઇન વીજ ઉત્‍પાદન સોલાર ઉર્જા અને ઈલેક્‍ટ્રીક વાહન ર્ચાજિંગ ઇનફાસ્‍ટ્રક્‍ચરમાં પણ ભારતે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે મોબાઇલ મેન્‍યુફેક્‍ચરિંગ સેમિકન્‍ડક્‍ટર ક્ષેત્ર અને સરક્ષણ નિકાસમાં દેશે નવા કીર્તિમાનો સ્‍થાપ્‍યા છે તેવું અંતમાં જણાવેલ હતું.( તસવીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)(

(11:47 AM IST)