<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

બગસરાના ઘંટીયાણ ગામમાં સિંહણના હુમલામાં 7 વર્ષીય બાળકનું મોત :સમગ્ર વિસ્તારમાં ખળભળાટ

પરપ્રાંતિય પરિવારના બાળકને સિંહણે શિકાર બનાવ્યાની ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાણ ગામમાં સિંહણના હુમલામાં 7 વર્ષીય બાળકનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પરપ્રાંતિય પરિવારના બાળકને સિંહણે શિકાર બનાવ્યાની ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામલોકોએ જંગલી જાનવરોની વધતી અવરજવર સામે વનવિભાગ દ્વારા કડક અને અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વનવિભાગે હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી છે

(11:47 AM IST)