હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગરના સુદામડા હાઈવે પર બંધ ડમ્પર પાછળ બાઈક ઘૂસતા ૧૦મા ધોરણના વિદ્યાર્થીનું મોત
બાઈક પર સવાર બે પૈકી એક કિશોર અનીલ બાવળિયાનું સ્થળ પર જ મોત, સાથી સંજય પરાલિયાને ગંભીર ઈજા, ૧૦૮ અને પોલીસે હોસ્પિટલ ખસેડયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧રઃ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં અકસ્માતોની પરંપરા યથાવત રહી હોય તેમ સુદામડા હાઈવે પર બપોરના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્વોરી યુનિટ પાસે રોડ પર બંધ ઊભેલા ડમ્પર પાછળ બાઈક ધડાકાભેર ઘૂસી જતા એક કિશોરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મળતક મૂળ નાગડકાનો અને હાલ સુદામડા પોતાના પરિવાર સાથે રહેતો વિદ્યાર્થી અનીલ મેઘાભાઈ બાવળિયા હતો. દસમા ધોરણની પૂરક પરીક્ષા હોવાથી અનીલ સુરેન્દ્રનગર પરીક્ષા આપી પોતાના ઘરે જવા માટે શાંતિનગરના સંજય ઝવેરભાઈ પરાલિયા સાથે નીકળ્યો હતો. આ દરમિયાન સુદામડા હાઈવે પર બંધ હાલતમાં ઊભેલા ડમ્પરને બાઈક પાછળથી ટક્કર મારી દેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ તેમજ પોલીસને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત અને મળતકને તાત્કાલિક સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી ગંભીર ઈજાઓ પામેલા સંજય પરાલિયાને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે.
અકસ્માતના સમાચાર મળતા લોકોના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. પોલીસ દ્વારા આ મામલે મળતક અનીલ બાવળિયાની લાશનું પોસ્ટમોર્ટમ કરાવવા સાથે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.
બાઈક અકસ્માતમાં વિદ્યાર્થી સગીરના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
