<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

પોરબંદરમાં દુનિયાની મોંઘી કેરી મિયાઝાકીની હરાજીમાં એક નંગના ૧૭૦૦ ઉપજ્‍યા

નૂરજહાં કેરી ૩૫૦માં વેચાઈઃ ચોરવાડના પ્રાકૃતિક ફાર્મમાં ઉગાડેલી જાપાનની પ્રખ્‍યાત મિયાઝાકી અને અફધાનિસ્‍તાનની નૂરજહાં કેરીની હરાજીમાં મોટી સંખ્‍યામાં વેપારીઓ આવ્‍યા હતા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૨:દુનિયામાં સૌથી મોંઘી કેરી મિયાઝાકીની માર્કેટીગ યાર્ડમાં એક નંગના ૧૭૦૦ વેચાણમાં ઉપજયા હતા. જયારે નુરજહાં કેરી એક નંગ ૩૫૦માં હરાજીમાં વેચાણ થયું હતું.

જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના પ્રગતિશીલ અને પ્રાકળતિક ખેતી કરતા ખેડૂત વરજાગ મેરામણભાઈ વાજા દ્વારા ગાય આધારિત પ્રાકળતિક ખેતી હેઠળ વિશ્વની બે સૌથી મોંઘી અને અનોખી કેરીની જાતોનું સફળતાપૂર્વક ઉત્‍પાદન કરવામાં આવ્‍યું છે. તેઓ પોતાના ફાર્મમાં ઉગાડેલી જાપાનની પ્રખ્‍યાત ‘મિયાઝાકી' અને અફઘાનિસ્‍તાનની ‘નૂરજહાં' કેરીને પોરબંદર માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે લાવ્‍યા છે, જે હાલ ભારે આકર્ષણનું કેન્‍દ્ર બની હતી.

પ્રાકળતિક ખેડૂત વરજાગભાઈ વાજાના તેઓ લાંબા સમયથી ગાય આધારિત પ્રાકળતિક ખેતી દ્વારા શાકભાજી, મરી-મસાલા અને ફળોનું ઉત્‍પાદન કરી રહ્યા છે. આ વર્ષે તેમણે કંઈક નવું કરવાના આશયથી કેરીની વૈશ્વિક જાતો પર પ્રયોગ કર્યો હતો.  વરજાગભાઈ વાજાએ જણાવ્‍યું કે જાપાનની પ્રખ્‍યાત ‘મિયાઝાકી કેરી', જેની કિંમત જાપાનમાં આશરે રૂ.૧.૫ થી ૩ લાખ સુધીની હોય છે, તેના ત્રણ ફળો તેઓ માર્કેટ યાર્ડમાં લાવ્‍યા છે. આ સાથે જ અફઘાનિસ્‍તાનની મૂળ અને વિશ્વની સૌથી મોટી ગણાતી ‘નૂરજહાં કેરી'ના બે ફળો પણ તેઓ લાવ્‍યા છે સામાન્‍ય રીતે નૂરજહાં કેરીનું એક ફળ ૧ થી ૭ કિલો સુધીનું હોઈ શકે છે, જ્‍યારે તેમના ફાર્મ પર આશરે ૧ કિલો કે તેથી વધુ વજન ધરાવતી કેરીઓ તૈયાર થઈ છે. 

(11:55 AM IST)