હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દીકરીઓને એક પ્રાર્થનાઃ ભાગીને લગ્ન કરવાં એના કરતાં જાગીને લગ્ન કરજોઃ જિગ્નેશ દાદા રાધે રાધે
દ્વારકામાં ચગ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે ભક્તિ-ભાવનો અલૌકિક સંગમ

(વિનુભાઈ સામાણી દ્વારા) દ્વારકા, તા.૧૨: ચગ પરિવાર દ્વારા દ્વારકામાં આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે ભક્તિ, ભાવ અને સત્સંગનો અલૌકિક સંગમ અનુભવાયો હતો. કથાકાર જિગ્નેશ દાદા રાધે રાધેએ આજે ભાગવતના પ્રસંગો સાથે ભક્તોને જીવન જીવવાની કળા સમજાવી હતી.
કથા દરમિયાન જિગ્નેશ દાદાએ ભગવદ્ ગીતાનો શ્લોક ટાંકીને કહ્યું, ભગવાન ગીતાજીમાં બોલ્યાં છે કે જે મને યાદ કરે છે એને હું યાદ કરું છું.
તેમણે સાચા પ્રેમની વ્યાખ્યા આપતા કહ્યું, ગુણ જોઈને તો બધાં જ પ્રેમ કરે પણ દુર્ગુણ હોવા છતાં પણ પ્રેમ કરે છે તે સાચો પ્રેમ છે.
શ્રદ્ધાના મહત્વ વિશે બોલતા દાદાએ જણાવ્યું, શ્રદ્ધા વગરનું કોઈ પણ કર્મ કયારેય સિદ્ધ થતું નથી. કળષ્ણ કહે એમ કરો તો જીત તમારી જ થાય. જે જાણ્યા વગર માણી લે છે એ પોતે તો દુઃખી થાય છે પરંતુ બીજાને પણ દુઃખી કરે છે. આ સંસારમાં જે વિચાર્યા વગરનું કાર્ય કરે તો એને પસ્તાવા વગર કંઈ મળે જ નહીં.
જીવનમાં પ્રસન્નતાના મહત્વ પર ભાર મૂકતા તેમણે કહ્યું, જીવનમાં કોઈ પણ કામ પ્રસન્ન ચિત્તે કરવું.
કારણ કે જે કામમાં તમારી પ્રસન્નતા હશે એ કામ તમારું દીપી ઉઠશે. કેટલા વ્યક્તિઓ કથામાં બેઠા છે એ મહત્વનું નથી, કેટલા પ્રસન્ન ચિત્તે બેઠા છે એ મહત્વનું છે.
દુઃખના મહત્વ વિશે વાત કરતા જીગ્નેશદાદાએ કહ્યું, દુઃખ હોય ત્યારે ભગવાન યાદ નથી આવતા એટલા માટે હંમેશાં ભગવાન યાદ રહે એ માટે માં કુંતા પોતાના માટે દુઃખ માંગે છે.
દીકરીઓને સંબોધતા તેમણે કહ્યું, દીકરીઓને એક પ્રાર્થના ભાગીને લગ્ન કરવાં એના કરતાં જાગીને લગ્ન કરજો. ખરાબ કામ કરવા માટે કોઈ સમય સારો નથી અને સારું કામ કરવા માટે કોઈ સમય ખરાબ નથી.
કથામાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને કથા-રસનો આસ્વાદ લઈ રહ્યા છે.(તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
