હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 12th June 2026
કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજેશ ભટ્ટનું દુઃખદ અવસાન
આજે સાંજે ભુજમાં સ્મશાન યાત્રા, ઉદ્યોગ અને વ્યાપાર જગત ઉપરાંત પ્રવાસન માટે સક્રિય યોગદાન, મિલનસાર સ્વભાવ

ભુજ:કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજેશભાઇ ભટ્ટ(ઉ.વ.૬૪)નું આજે સવારે દુઃખદ નિધન થયું છે. ભૂકંપ બાદ કચ્છમાં ઉદ્યોગ અને વ્યાપાર જગત તેમ જ પ્રવાસન ક્ષેત્રે વિકાસ માટે તેઓ સતત સક્રિય હતા. કચ્છને સ્પર્શતા પ્રશ્નો તેમ જ ભુજ શહેરના વિકાસ માટે તેઓ હકારાત્મક અભિગમ સાથે વહીવટીતંત્ર તેમ જ સરકાર સાથે રહી ઉકેલવા પ્રયાસો કરતા. સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત સત્સંગી રાજેશભાઈ હસમુખા મિલનસાર વ્યક્તિત્વના ધણી હતા. તેમના નિધનથી કચ્છ એ જાહેર ક્ષેત્રના આગેવાનને ગુમાવ્યા છે. તેમને ઉદ્યોગ, વ્યાપાર, સામાજિક, રાજકીય આગેવાનો એ ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
