<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

અમરેલી ટ્રાફિક પોલીસની વોર્નિંગ બાદ ફરી લારીઓ ગોઠવાઈ ગઈ

નગરપાલિકા ટ્રાફિક પોલીસ ડીવાયએસપી દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્‍યું હતું:ર્પાકિંગ માટે બચેલ એકમાત્ર જૂની મામલતદાર કચેરીનું ગ્રાઉન્‍ડ ઉપર પણ દબાણ

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલીઃ તા.૧૨: અમરેલીની વધતી જતી ટ્રાફિક સમસ્‍યાનું નિવારણ લાવવા ગઈકાલે ડીવાયએસપી ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાએ મળી સંયુક્‍ત ફૂટ પેટ્રોલિંગ યોજી ફૂટપાટ દબાવી આડેધડ લારી ગલાવો ગોઠવેલ હટાવી ર્વોનિંગ આપ્‍યા ને હજુ ૨૪ કલાક વીત્‍યા નથી ત્‍યાં ફરી લારી ગલ્લાઓ ગોઠવાઈ જતા પોલીસ માટે એક પડકારરૂપ ટ્રાફિક સમસ્‍યા બની ગઈ છે

ગઈકાલે સમી સાંજના ટ્રાફિક પોલીસના વિશાળ કાફલા સાથે નગરપાલિકાની ટીમને સાથે રાખી આખા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ યોજી અડચણરૂપ ફૂટપટ ઉપર આડેધર ગોઠવાયેલા લારી ગલ્લાઓ હટાવી ફરી પછી અહીં નહીં રાખવા સખત ર્વોનિંગ આપી જતા રહ્યા ને હજુ ૨૪ કલાક વિત્‍યા નથી ત્‍યાં ફરી લાઇબ્રેલી ચોકમાં તેમજ લાઇબ્રેરીને અડીને ફૂટપાથ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય અને રાહદારીઓને ચાલવા માટે કોઈપણ જગ્‍યા ન રાખી આડેધડ લારી ગલાવો તેમજ શાકભાજીની રેકડીઓ ગોઠવી પોલીસની ર્વોનિંગનો સરેઆમ ઉલાળીયો કર્યો હોય તેમ ગોઠવાઈ ગયા છે આ જ વિસ્‍તારમાં જૂની મામલતદાર કચેરી નજીક sbiમાં વર્ષો પહેલા પાછળથી હોલ પાડી કરોડો રૂપિયાની ચોરીનો ભેદ હજુ ઉકલે આવ્‍યો નથી ત્‍યાં વિશાળ ગ્રાઉન્‍ડ ઉપર ર્પાકિંગ લાયક જગ્‍યા ઉપર બંધ દુકાનોની આગળ લારી ગલ્લા ગોઠવાઈ જતા ખરીદી કરવા માટે આવતા વાહનોની ર્પાકિંગની જગ્‍યા ઉપર પેસ કદમી થઈ ચૂકી છે પોલીસ સખત પગલાં લઈ ટ્રાફિક સમસ્‍યાનો કાયમી નિવારણ લાવે તેવી માંગ ઉઠી છે.

 

(12:22 PM IST)