હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેમિકલ ચોરી કૌભાંડ ઝડપાયા બાદ આકરી કાર્યવાહી :ચોટીલા પીઆઈ, પીએસઆઈ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા
સ્થાનિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવતા રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય આકરા પાણીએ

ચોટીલા પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલા કેમિકલ ચોરીના કૌભાંડ મામલે સ્થાનિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવતા રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા આકરા પાણીએ પગલાં લેવામાં આવ્યા છે. ફરજમાં નિષ્ક્રિયતા અને ગંભીર લાપરવાહી દાખવવા બદલ ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એન. સોલંકી અને પીએસઆઈ બી.એન. ગલચર સહિત કુલ ચાર પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઘટનાની વિગત એવી છે કે, ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે તાજેતરમાં ચોટીલા નજીક નાની મોલડી પાસે દરોડા પાડીને કેમિકલ ચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. આ દરોડા દરમિયાન અંદાજે રૂ. 45.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આટલી મોટી માત્રામાં અને લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતી હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી.
આ મામલે જવાબદારી નક્કી કરતા રેન્જ આઈજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પીઆઈ જે.એન. સોલંકી, પીએસઆઈ બી.એન. ગલચરની સાથે કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ સુરુભા પરમાર અને દિલીપભાઈ બહાદુરભાઈ માંઝરિયાની ભૂમિકા શંકાસ્પદ અને બેદરકારીભરી જણાઈ હતી. કૌભાંડ ચાલુ હોવા છતાં તેને અટકાવવાને બદલે આંખ આડા કાન કરનાર આ ચારેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
