હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 12th June 2026
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિએ જામનગરમાં જૈન સંઘ દ્વારા મૂંગા પશુઓનેફ્રુટ ખવડાવી ગૌસેવા
જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રય-જામનગરના આયોજનમાં શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, નિલેશભાઈ કગથરા સહિતના આગેવાનો જોડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 12 : ગુજરાતના લોકલાડીલા, જીવદયાપ્રેમી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રી વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ, જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રય-જામનગર તરફથી જીવદયાનો કાર્યક્રમ યોજાયો હતો.
સંઘ દ્વારા મેહુલનગર, જામનગર સ્થિત ગૌસેવા કેન્દ્ર ખાતે મૂંગા ઢોરોને ફ્રુટ ખવડાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જીવદયા પ્રત્યેની ભાવના સાથે સંઘના આગેવાનો અને આદિનાથ યુવક મંડળના કાર્યકરોએ સેવાકાર્યમાં સહભાગી થયા હતા.
આ ગૌસેવા કાર્યક્રમમાં ભાજપના શહેર પ્રમુખ બીનાબેન કોઠારી અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ મૂંગા પશુઓની સેવામાં સહયોગ આપ્યો હતો.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
