<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

હળવદના કોયબા ગામમાં ટાયર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ : ધુમાડાના ગોટેગોટા

આગ લાગવાના કારણ અને નુકસાન અંગે તપાસ : ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે : આગને કાબૂમાં લેવાના પ્રયાસો

મોરબી, હળવદ તા.૧૨ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોયબા ગામમાં આવેલી ટાયર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ભભુકી ઉઠી છે.  ઘટનાસ્થળે મોટા પ્રમાણમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.

આગ લાગવાના કારણ અને નુકસાન અંગે હજુ સુધી સત્તાવાર વિગતો સામે આવી નથી. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે.ઘટનાની વધુ વિગતો મેળવાઈ રહી છે.

(4:15 PM IST)