<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

મેમન સમાજના વિદ્યાર્થીઓ માટે જામનગરમાં રંગૂનવાલા હોસ્પિટલમાં સ્કોલરશીપ ફોર્મની માહિતી માર્ગદર્શનની વ્યવસ્થા

સ્કોરલશીપનો લાભ લેવા ઇચ્છતા મેમન સમાજના વિધાર્થીઓએ રંગુનવાલા હોસ્પીટલમાં સંપર્ક સાધવા ટ્રસ્ટ તરફથી અનુરોધ કરાયો

જામનગર : રંગુનવાલા ટ્રસ્ટની યાદી જણાવે છે કે નથાણી ચેરીટેબલ ટ્રસ્ટ તથા નેસ્ટ સોસયલ વેલફેર ફાઉન્ડેશન-મુંબઈ તરફથી ધોરણ ૫ થી ૧૨ અને ડોકટર, એન્જીનીય જેવા વ્યવસાહિક કોર્પ કરતા મેમન સમાજના વિધાર્થીઓને પોતાના અભ્યાસમાં આગળ વધે આર્થિક રીતે મજબુત થાય તે નેક આશયથી સ્કોરલશીપ દર વર્ષે આપવામાં આવે છે તે આ વર્ષે ફોર્મ નવા વિધાર્થીઓ માટે અલગ તથા અગાઉ સ્કોરલશીષ મેળવેલ હોય તેવા (જુના) વિધાર્થીઓ માટે અલગ ફોર્મ હોય છે 

આ ફોર્મ, માહિતિ અને માર્ગદર્શન માટે કાલાવડ નાકા પાસે, જામનગરમાં આવેલ રંગુનવાલા હોસ્પિટલમાં દરરોજ સવારે ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૮ ની વચ્ચે ફોન ૦૨૮૮-૨૫૫૮૭૪૭(રવિવાર સિવાય) વિના મુલ્યે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આ સ્કોરલશીપનો લાભ લેવા ઇચ્છતા મેમન સમાજના વિધાર્થીઓએ રંગુનવાલા હોસ્પીટલમાં સંપર્ક સાધવા ટ્રસ્ટ તરફથી અનુરોધ કરાયો છે.

(10:12 PM IST)