<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

“ઓપરેશન સુરક્ષિત સાયબર શક્તિ”અંતર્ગત જામનગરમાં સાયબર ક્રાઇમ દ્વારા સાયબર એવરનેસ સેમિનાર યોજાયો: વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન

કન્યા વિદ્યાલય ખાતે ૩૦૦ વિદ્યાર્થિનીઓને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ અકાઉન્ટ વિગેરે સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરાયા

જામનગર :પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી.(ક્રાઇમ અને રેલ્વેઝ) ગુ.રા. ગાંધીનગર તરફથી તારીખ ૧૨/૦૬/૨૦૨૬ થી ૩૧/૦૬/૨૦૨૬ દિન ૧૦ માટે “ઓપરેશન સુરક્ષિત સાયબર શક્તિ” નામે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોઈ જે અનુસંધાને નાયબ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીનાઓએ આપેલ સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા ડ્રાઈવ અંતર્ગત તા.૧૨/૦૬/૨૦૨૬ ના રોજ સાયબર લગત ગુનાઓ અટકાવવા બાબતે She-Team ને બ્રીફ કરવામાં આવેલ તથા "કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ” સંચાલીત કન્યા વિદ્યાલય ખાતે સાયબર અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં ૩૦૦ વિદ્યાર્થિનીઓને સાયબર અવેરનેસ વિષે માર્ગદર્શન આપવામાં આવેલ અને સાયબર અવેરનેસના ૩૦૦ પેમ્ફલેટસનું વિતરણ કરવાં આવેલ. આ ક્રાર્યક્રમનું સફળ આયોજન પો.ઇન્સ.શ્રી આઈ.એ.ઘાસુરાની આગેવાની હેઠળ કરવામાં આવેલ છે.

આ સેમીનારમાં જામનગરના “કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ” સંચાલીત કન્યા વિદ્યાલય ખાતે ૩૦૦ વિદ્યાર્થિનીઓને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ અકાઉન્ટ વિગેરે સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરવામાં આવેલ ઉપરાંત ઓનલાઈન સુરક્ષા બાબતે ખાસ ટિપ્સ આપવામાં આવેલ. તેમજ સાયબર અવેરનેસ અંગેના 300 પેમ્પલેટનુ વિતરણ કરવામા આવેલ.

આ ક્રાર્યક્રમનું પ્રેઝન્ટેશન "સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન” ના પો.સબ.ઇન્સ. એચ.કે.જાલા દ્વારા કરવામાં આવ્યું હતું.

(10:41 PM IST)