તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Saturday, 13th June 2026
અમરેલીને વંદે ભારત ટ્રેનની ભેટ અપાવવા રજૂઆત કરતા સાંસદ ભરત સુતરિયા

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી : તા.૧૩: રાજકોટ ખાતે પヘમિ રેલ્વે દ્વારા યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં અમરેલી લોકસભાના સાંસદશ્રી ભરત સુતરિયા એ અમરેલી જિલ્લાના રેલ્વે વિકાસને લગતા વિવિધ પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓ અંગે ઁરજૂઆતો કરી હતી.
ખાસ કરીને અમરેલીને વંદે ભારત ટ્રેનની ભેટ મળે તે મુદ્દે જણાવ્યું હતું કે અમરેલી સહિત સમગ્ર પંથકના મુસાફરોને ઝડપી, આધુનિક અને વિશ્વસ્તરીય રેલ્વે સુવિધાનો લાભ મળે તે માટે અમરેલીને વંદે ભારત ટ્રેન સાથે જોડવું અત્યંત જરૂરી છે. તેમણે જૂનાગઢ, જેતલસર, વડિયા, ચિતલ, ખીજડિયા, લાઠી અને ઢસા થઈ અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવે તેવી માંગણી રેલ્વે તંત્ર સમક્ષ કરી હતી. આ ટ્રેન શરૂ થવાથી અમરેલી અને આસપાસના વિસ્તારોના મુસાફરોને ઝડપી મુસાફરીની સુવિધા મળશે તેમજ વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને પ્રવાસન ક્ષેત્રને નવી ગતિ મળશે તેવો મુદ્દો પણ તેમણે રજૂ કર્યો હતો.
આ ઉપરાંત તેમણે અમરેલી-ધારી-વિસાવદર-જૂનાગઢ તેમજ વિસાવદર-સોમનાથ મીટરગેજ રેલ્વે લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવા માટે પણ રજૂઆત કરી હતી.
રેલ્વે લાઈનોની આસપાસ જમીન ધરાવતા ખેડૂતોને પડતી વિવિધ અગવડતાઓ અને વર્ષોથી પડતર રહેલા ્રશ્નો અંગે પણ સાંસદશ્રીએ રેલ્વે તંત્રનું ધ્યાન દોર્યું હતું. ખેડૂતોના પ્રશ્નોનો ત્વરિત અને યોગ્ય નિકાલ લાવવા માટે તેમણે ભારપૂર્વક રજૂઆત કરી હતી.
અમરેલીમાં હાલમાં ચાલી રહેલા વિવિધ રેલ્વે પ્રોજેક્ટ્સ ઝડપથી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે પણ તેમણે તાકીદ કરી હતી. ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને નાગરિકોની સુરક્ષા સુનિヘતિ બને તે માટે નવા અંડરબ્રિજોના નિર્માણની માંગ કરવામાં આવી હતી. ખાસ કરીને અમરેલી-કેરિયા રોડ અંડરબ્રિજના નિર્માણને પ્રાથમિકતા આપી તેના કામમાં ઝડપ લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
