<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ભચાઉમાં ૧૭ વર્ષીય તરુણનું રાપરની પરિણીત દ્વારા અપહરણઃ ચકચાર

ભુજ, તા.૧૩:  કચ્‍છમાં પરિણીત મહિલા દ્વારા સગીર વયના કિશોરના અપહરણના બનાવની ફરિયાદે ચકચાર સાથે ચર્ચા સર્જી છે. આ મામલે ભચાઉ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદી એ જણાવ્‍યા મુજબ તેમનો ૧૭ વર્ષની વયનો દીકરો એકાએક ગાયબ થઈ જતા તેની શોધખોળ કરાઈ હતી. અંતે ગુમ થયેલા ૧૭ વર્ષીય સગીર દીકરાના અપહરણ કરવા અંગે રાપરની પરિણીત મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ હતી. પુખ્‍ત વયની અને ઉંમરમાં મોટી આ પરિણીત મહિલા એ ૧૭ વર્ષની સગીર વયના આ તરુણનું અપહરણ શા માટે કર્યું એ ચર્ચાએ રહસ્‍ય સાથે ચકચાર સર્જી છે.

(10:44 AM IST)