<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

સોૈરાષ્‍ટ્રમાં આકરો તાપઃ કચ્‍છમાં ગરમીએ યુવકનો ભોગ લીધો

સર્વત્ર પવનના સૂસવાટા યથાવતઃ ધુપ-છાંવનો માહોલઃ ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનના એંધાણ

રાજકોટ તા.૧૩: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં આકરો તાપ યથાવત છે. કચ્‍છમાં ગરમીએ યુવકનો ભોગ લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

સર્વત્ર પવનના સૂસવાટા યથાવત છે અને ધુપ-છાંવના માહોલ સાથે ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનના એંધાણ વર્તાય છે.

ભુજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ ભારે ગરમી અને બફારાથી કચ્‍છનું જનજીવન ત્રસ્‍ત છે તે વચ્‍ચે હીટ સ્‍ટ્રોકે ૪૦ વર્ષીય યુવાનનો ભોગ લીધો છે. યુપીથી નોકરીની શોધમાં કચ્‍છના રાપરમાં આવેલ ત્રિવેણકુમાર નામનો યુવાન બપોર સુધી નોકરી માટે ભટકયો હતો. સવારથી બપોર સુધી ખાધા પીધા વગર ભટકી રહેલ આ યુવાન ભર મધ્‍યાન્‍હે રાપર નજીક આવેલ નર્મદાની નંદાસર કેનાલ પાસે સખત તાપના કારણે બેભાન થઈ પડી ગયો હતો. તેને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા હોસ્‍પીટલમાં લઈ જવાતા તેને ફરજ પરના તબીબે મળત જાહેર કર્યો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૭, લઘુતમ ૨૯, ભેજ ૭૦ ટકા અને પવનની ઝડપ ૧૮.૧ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

(10:44 AM IST)