હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉપલેટા ધોરાજી ભાજપ દ્વારા ગધેથડ ગાયત્રી આશ્રમે નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષ વિશ્વાસ,વિકાસ અને જનકલ્યાણના પૂર્ણ થતા મહાઆરતીઃ ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા સહિતના ઉપસ્થિત

ઉપલેટાઃ અવિરત બાર વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ કેન્દ્ર સરકારના અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ વિકાસ અને જન કલ્યાણ ના પૂર્ણ થવાની નિમિત્તે તથા તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારના ભાઈ-બહેનો પદાધિકારીશ્રીઓ આગેવાનો અને રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તાઓ ભાઈ બહેનો યુવાનો ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે મહા આરતીમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને માતાજીની આરતી કરી સર્વે એક પંગતે બેસી મહાઙ્ઘસાદ લીધેલ હતો આ તકે ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડીયા ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા ઉપલેટા યાર્ડ ના પ્રમુખ હરિભાઈ ઠુંમર (ભોલે) તાલુકા પંચાયતના પ્રમુખ રવિભાઈ વીરડા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઇ ધીંગાણી જિલ્લા પંચાયતના સદસ્ય મજબૂત ભાઈ હુંબલ નિકુલભાઇ ચંદ્રવાડીયા નગરપાલિકાના બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા પૂર્વ પ્રમુખ મયુરભાઈ સુવા જગદીશભાઈ વિરમગામ વિક્રમસિંહ સોલંકી અશ્વિનભાઈ લાડાણી કળપેશભાઈ ભીભા અનિલભાઈ સુતરીયા ભાયાવદર શહેર ભાજપ પ્રમુખ નયનભાઈ ફળદુ યુવા ભાજપના રાજભાઈ વાઢેર કિશોરભાઈ સોલંકી ઉપલેટા નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સદસ્યો સહિત ભાજપના આગેવાનો યુવાનો કાર્યકર ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.(અહેવાલઃ જગદીશ રાઠોડ,તસવીર -ભોલુ રાઠોડ ઉપલેટા)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
