હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સૌરાષ્ટ્રના પ્રથમ ‘વઢવાણ સીટી બર્ડ એટલાસ પ્રોગ્રામ'નો શુભારંભ

વઢવાણ, તા.૧૩: વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સૌરાષ્ટ્રના પ્રથમ અને રાજ્યના બીજા એવા ઐતિહાસિક ‘વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામ'નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ‘જામનગર બર્ડ એટલાસ'ની જાહેરાત કરવામાં આવી હતી, તેમજ ‘A checklist of birds at Wadhwan city’ નામની માહિતીસભર પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગ્લોબલ ર્વોમિંગ સામે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પરમાત્માએ પળથ્વી પર તમામ જીવમાત્ર માટે પૂરતી કુદરતી સંપત્તિ આપી છે, પરંતુ મનુષ્યોએ પોતાની બુદ્ધિશક્તિના જોરે આ સંપત્તિનો મોટો ભાગ પોતાના અધિકારમાં લઈ લીધો છે. પરિણામે કુદરતી સંતુલન ખોરવાઈ રહ્યું છે અને આપણે અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છીએ. જો પ્રકૃતિની સાંકૃનો કોઈ પણ હિસ્સો તૂટશે તો તેની માઠી અસર સમગ્ર માનવજાત પર પડશે; તેથી વન્ય જીવો માટે બચેલા વિસ્તારોનું રક્ષણ કરવું એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન વઢવાણ માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પક્ષીઓની ગણતરી, તેમનો વસવાટ, પક્ષીઓનું સ્થળાંતર અને તેનું સચોટ વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ કરવામાં આવશે. તેમણે આ પ્રકૃતિલક્ષી અભિયાન બદલ વન અને પર્યાવરણ વિભાગ, વાઇલ્ડલાઇફ અને ગુજરાત સરકારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે વળક્ષારોપણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, વિભાબેન ગોસ્વામી અને અગ્રણી ભવાનીસિંહ મોરી સહિત પક્ષીપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
