<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ભાવનગરમાં ‘યોગા ફોર હેલ્‍ધી એજિંગ' થીમ સાથે ૧૨મો આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ

સિદસર સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ સહિત શહેરના ૧૩ વોર્ડમાં યોગ કાર્યક્રમ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩: આગામી ૨૧ જૂનના રોજ યોજાનારા ૧૨માં આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણીના સુચારુ આયોજન અંગે ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશનર  જીનેશ મહેતાના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશનર જીનેશ મહેતાએ જણાવ્‍યું હતું કે, સમગ્ર રાજ્‍યની સાથે ભાવનગર શહેરમાં પણ ૨૧ જૂનના રોજ સિદસર સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે મહાનગરપાલિકા કક્ષાનો મુખ્‍ય કાર્યક્રમ યોજાશે. આ વર્ષે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી ‘યોગા ફોર હેલ્‍ધી એજિંગ' થીમ હેઠળ કરવામાં આવશે. તેમણે શહેરના વિવિધ વિસ્‍તારોમાં વધુમાં વધુ નાગરિકો જોડાઈ શકે તે માટે ૧૩ વોર્ડમાં પણ યોગ કાર્યક્રમો યોજવા અને તેના માટે જરૂરી તમામ વ્‍યવસ્‍થાઓ સુનિヘતિ કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્‍યુ હતું.

જિલ્લા યુવા વિકાસ અધિકારી  વિક્રમસિંહ પરમારે બેઠકમાં આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગેની વિગતવાર માહિતી આપતા જણાવ્‍યું હતું કે, મુખ્‍ય કાર્યક્રમ ઉપરાંત શહેરના વિવિધ વોર્ડોમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં ચિત્રા-ફુલસર-નારી વોર્ડ માટે ૐ પાર્ટી પ્‍લોટ, કુંભારવાડા વોર્ડ માટે અક્ષર પાર્ક સ્‍કૂલ, વડવા-બી વોર્ડ માટે સરદાર પટેલ સ્‍કૂલ (શાષાીનગર), કરચલિયા પરા વોર્ડ માટે રૂવાપરી માતાજી મંદિર પરિસર, ઉત્તર કળષ્‍ણનગર વોર્ડ માટે આનંદનગર (વીમાના દવાખાના પાસે), પીરછલ્લા વોર્ડ માટે ઘોઘા સર્કલ અખાડો, તખ્‍તેશ્વર વોર્ડ ઉપરાંત વડવા-અ વોર્ડ માટે પીલ ગાર્ડન, પાનવાડી,બોરતળાવ વોર્ડ માટે માધવાનંદ-૨ ખાતે હનુમાનજી મંદિર પરિસર, કાળીયાબીડ વોર્ડ માટે શ્રી સરદાર પટેલ સ્‍કૂલ, દક્ષિણ સરદારનગર-અધેવાડા વોર્ડ માટે શ્રી આર્યકુળ કન્‍યા વિદ્યાલય, ઉત્તર સરદારનગર-તરસમિયા વોર્ડ માટે છાપરું હોલ (ઘોઘા સર્કલ પાસે) તેમજ ઘોઘા સર્કલ-અકવાડા વોર્ડ માટે પરશુરામ પાર્ક ખાતે કાર્યક્રમો યોજાશે.આ બેઠકમાં જિલ્લા રમતગમત અધિકારી  નરેશભાઈ ગોહિલ, મહાનગરપાલિકાના યોગ કોઓર્ડિનેટર શ્રીમતી છાયાબેન પટેલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને અમલીકરણ સમિતિના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા

(1:17 PM IST)