<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

જેતપરના ખેડૂત આંદોલનમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાના સગા ભાઈ ખેડૂતોના સંપૂર્ણ સમર્થનમાં

જેતપરમાં ખેડૂતો મક્કમ, યોગ્‍ય વળતર નહિ મળે ત્‍યાં સુધી લડત ચાલુ જ રહેશે, અમે ગાંધીનગર કૂચમાં પણ મોટી સંખ્‍યામાં જોડાશું: કારાભાઇ અમૃતિયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૧૩: રાજ્‍ય સરકાર ના મંત્રી કાંતિલાલ અમળતિયાના વતન મોરબીના જેતપર ગામે નાખવામાં આવી રહેલ વીજ લાઈન સામેના વિરોધમાં ખેડૂતોનું આંદોલન વધુ વેગ પકડી રહ્યું છે. ખેડૂતો પોતાના હક્કના વળતર માટે છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવી રહ્યા છે, ત્‍યારે મંત્રી કાંતિલાલ અમળતિયાના સગા ભાઈ કારાભાઈ અમળતિયાએ આ આંદોલનમાં ખેડૂતોના સમર્થનમાં આવી પોતાની પ્રતિક્રિયામાં યોગ્‍ય વળતર નહિ મળે ત્‍યાં સુધી લડત ચાલુ જ રહેશે તેવું જણાવ્‍યું છે

 કારાભાઈ અમળતિયાએ જણાવ્‍યું હતું કે, ખેડૂતોના ખેતરોમાં મોટા-મોટા વીજ ટાવરો નાખીને ઊભા પાક અને જમીનને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. અત્‍યારે ચોમાસાની સીઝન છે ત્‍યારે ખેતરોમાં જે રીતે ખોદકામ અને કામગીરી કરાઈ છે તેનાથી ખેડૂતો વાવણી કઈ રીતે કરે તે મોટો પ્રશ્ન છે. કંપની દ્વારા ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવ્‍યું નથી. તેમણે સ્‍પષ્ટ શબ્‍દોમાં ચેતવણી આપી છે કે જ્‍યાં સુધી ખેડૂતોને યોગ્‍ય અને પૂરતું વળતર નહીં મળે ત્‍યાં સુધી ખેડૂતો ઝૂકશે નહીં અને પોતાની લડત ચાલુ રાખશે.

 

(11:36 AM IST)