<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

પોરબંદરમાં સોનાના દાગીનાની ચોરીનો ૧૦૦ ટકા મુદામાલ પોલીસે રીકવર કર્યો

‘તેરા તુજકો અર્પણ' હેઠળ પકડાયેલ ચોરીના સોનાના દાગીના મૂળ માલિકને પરત સોંપ્‍યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૩: સોનાના દાગીનાની ચોરીમાં પોલીસે લાખો રૂપિયાના દાગીના પરત મેળવીને તેરા તુજકો અર્પણ હેઠળ મૂળ માલિકને સોંપ્‍યા હતા. પોલીસની કામગીરીને આવકારવામાં આવી છે.

પોલીસ સ્‍ટાફ તરફેથી શોધી કાઢી, આપેલ ગુનાના આરોપીને મુદત તારીખ અંદર નામ. કોર્ટ હવાલે કરી, આપેલ આ ગુનામાં ચોરાયેલ મુદ્દામાલ કબ્‍જે કરેલ હોય જે બાબતે નામ. કોર્ટ પોરબંદરના આ કામેનો ચોરીનો મુદ્દામાલ ફરી./અરજદારને પરત સોંપવા અંગેના હુકમ અન્‍વયે પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક કચેરી ખાતે પોલીસ અધીક્ષક ભગીરથસિંહ જાડેજાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ ‘‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ'' અંતર્ગત આપેલ ગુનાના ફરિયાદી/અરજદારને નીચે જણાવેલ મુદ્દામાલ પરત સોંપેલ હતો.

પોલીસે મૂળ માલિકને સોંપેલા મુદામાલમાં ચાંદલી હાર જેના પેન્‍ડલની પાછળના ભાગે ૨૨/૨૦ ભ.બા લખેલ છે તે જેનુ વજન ૧૧૬.૮૦૦ ગ્રામ કિ.રૂ.૧૨.૨૫,૦૦૦, કાનસર સાથેના કાનના લટકણીયા જેનુ વજન -૧૪.૦૦ ગ્રામ કિ.રૂ.૨,૩૩,૩૨૪/, જેન્‍સનો ચેન જેન વજન-૧૯.૯૦૦ ગ્રામ કિ.રૂા.૩,૩૧,૬૫૩/-, સ્‍ત્રી-પુરુષની રિંગ નંગ-૦૪ જેનુ વજન ૮.૭૬૦ ગ્રામ કિ.રૂા.૧.૪૫,૯૯૪- બિસ્‍કિટ જેનુ વજન ૯૯.૯૦૦ ગ્રામ કિ.રૂા.૧૩,૯૮,૬૦૦/- તથા અન્‍ય દાગીનાનો સમાવેશ થાય છે.

 

(12:04 PM IST)