<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

કેશોદમાં ટ્રેનમાંથી પડી જતાં સુરતની પરિણીતાને ગંભીર ઇજા

પતિ-પત્‍નિ રાજકોટ એમ્‍બ્રોડરી કામ માટે આવતાં હતાં: રાજકોટ સારવાર માટે ખસેડાઇ

રાજકોટ તા. ૧૩: કેશોદમાં ટ્રેનમાંથી પડી જતાં સુરત રહેતી મુળ યુપીની પ્રીતમબેન વિનોદભાઇ રાવત (ઉ.વ.૨૫)ને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે.

જાણવા મળ્‍યા મુજબ પ્રીતમબેન અને તેનો પતિ વિનોદ રાવત સુરત રહી એમ્‍બ્રોડરીનું કામ કરે છે. રાજકોટ ખાતે આ કામ શોધવા બંને આવતાં હતાં. ભુલથી ટ્રેનમાં ઉંઘી જતાં રાજકોટની બદલે કેશોદ આવી ગયુ હતું.

અહિથી પણ ટ્રેન ઉપડી જતાં આગલા સ્‍ટેશને ઉતરવાનું નક્કી કર્યુ હતું. એ દરમિયાન પતિ આગળના ડબ્‍બામાં જતાં ટ્રેન ધીમી પડતાં પ્રિતમબેન ઉતરવા જતાં ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કેશોદ પોલીસને જાણ કરી હતી.

(1:18 PM IST)