તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
લજાઇ ચોકડીએ અજાણ્યા વાહને બાઇકને ઉલાળી દેતાં લાદીકામના મજુરનું મોત
મુળ રાજસ્થાનના કાનારામ નામના યુવાને રાજકોટમાં દમ તોડયોઃ પાછળ બેઠેલા બીજા મજુર રાજેશને ઇજા

રાજકોટ તા. ૧૩: વાંકાનેર નજીક બાઇકને અજાણ્યા વાહને ઉલાળી દેતાં મુળ રાજસ્થાનના એક યુવાનનું મોત થયું છે. જ્યારે તેની સાથેના યુવાનને ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયો છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં રહેતાં કાનારામ સ્વામી મદનલાલ (ઉ.વ.૨૩) અને તેની સાથેનો રાજેશ વિજયભાઇ દયાલ (ઉ.વ.૨૧) બાઇકમાં બેસીને કામની સાઇટ પરથી વાંકાનેર ઘર તરફ જતાં હતાં ત્યારે લજાઇ ચોકડીએ બાઇકને અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં બાઇક ચાલક કાનારામ અને પાછળ બેઠલો રાજેશ એમ બંને ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ટંકારા અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ કાનારામનું મોત થયું હતું. રાજશેને દાખલ કરાયો છે.
કાનારામ મુળ રાજસ્થાનનો વતની હતો અને ટાઇલ્સ ફીટીંગનું કામ કરતો હતો. બનાવથી સાથી મજુરોમાં શોક છવાઇગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસન જાણ કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
