<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

જુનાગઢ પાસે પિકઅપ ગાડી પાછળ મોટરસાયકલ અથડાતા યુવાનનું મૃત્યુ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૩: તાલુકાના વડાલ ગામે રહેતા જગદીશભાઇ હરસુખભાઇ પરમારના ભાઇ નાગદે અમરશીભાઇ પરમાર તથા દીપો અમરશીભાઇ પરમાર પોતાની જીજે ૧૧ આરઆર ૧૨૬૪ નંબરમે મોટરસાયકલ લઈને ગઈકાલે સાંજે વંથલી જુનાગઢ હાઇવે દ્વારકાધીશ હોટલ આગળ તળીયાધર બ્રીજ ચડતા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.

ત્‍યારે આગળ જતા જીજે ૦૬ આરજે ૩૨૨૪ નંબરના પિકઅપ વાહનના ચાલકે એકદમથી બ્રેક મારી પોતાની ગાડી અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખતા તેની પાછળ મોટરસાયકલ ભટકાયું હતું. આ અકસ્‍માતથી નાગદેભાઇ પરમાર તથા મરણ દીપો અમરશીભાઇ બાઈક પરથી પડી જતા બંનેને ગંભીર ઇજા થવાથી દીપાભાઇનું મળત્‍યુ નીપજ્‍યું હતું. જ્‍યારે નાગદેભાઇને ગંભીર હાલતમાં જૂનાગઢની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. અકસ્‍માત અંગે ઇજાગ્રસ્‍તના ભાઈ જગદીશભાઈ પરમારની ફરિયાદ લઇ તાલુકા પોલીસે પીકઅપ વાહનના ચાલક સામે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(12:29 PM IST)