હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાવનગરના સિહોરના બોરડી ગામે પ્લોટની માથાકૂટમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ :3 લોકોને ગંભીર ઈજા
સામાન્ય પ્લોટની માથાકૂટમાં મામલો ગરમાયો અને બે પક્ષો વચ્ચે મારામારી થતા વાતાવરણ તંગ બન્યું:અથડામણમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા .

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બોરડી ગામે જમીન વિવાદે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. પ્લોટની માલિકી અને સીમા બાબતે બે પક્ષો વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો. આ મામલે બંને પક્ષો વચ્ચે પ્લોટના વિવાદને લઈને ભારે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ મારામારીમાં ફેરવાઈ ગયો હતો. ગામના જાહેર રસ્તા પર જ બે પક્ષો સામસામે આવી જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી.
આ હિંસક અથડામણમાં બંને પક્ષના કુલ 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ થતા તાત્કાલિક ઈજાગ્રસ્તોને મદદ કરી હતી. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી તેમને પ્રાથમિક સારવારની જરૂર પડી હતી.
ઘટના બાદ તમામ 3 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સિહોર હોસ્પિટલના તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની સ્થિતિ ગંભીર જણાવી હતી. વધુ સારવાર માટે ઈજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. હાલ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
