<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

જામનગરમાં ચોમાસા સુધી પાણી વિતરણ વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ નહીં આવે અને નાગરિકોને નિયમિત પાણી પુરવઠો મળતો રહેશે

મનપા દ્વારા શહેરની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ માસ માટે પાણી વ્યવસ્થાપનનું આગોતરું આયોજન તૈયાર

જામનગર : શહેરમાં ચોમાસા સુધી પાણી વિતરણ વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ નહીં આવે અને નાગરિકોને નિયમિત પાણી પુરવઠો મળતો રહેશે તેવો દાવો જામનગર મનપાએ કર્યો છે. મનપા દ્વારા શહેરની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ માસ માટે પાણી વ્યવસ્થાપનનું આગોતરું આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. 

  મનપા દ્વારા રણજીતસાગર ડેમ, સિંચાઈ વિભાગના સસોઈ ડેમ, ઊંડ-1 ડેમ અને આજી-3 ડેમ ઉપરાંત નર્મદા કેનાલ મારફતે પાણી મેળવવામાં આવે છે. મનપાના આંકડા મુજબ રણજીતસાગર ડેમમાં હાલ 450 MCFT પાણી ઉપલબ્ધ છે, જે 8 સપ્ટેમ્બર સુધી ચાલશે. સસોઈ ડેમમાં 321 MCFT પાણી ઉપલબ્ધ છે, જે 31 જુલાઈ સુધી પૂરતું રહેશે. ઊંડ-1 ડેમમાં 354 MCFT પાણીનો જથ્થો છે, જે 25 જુલાઈ સુધી ઉપલબ્ધ રહેશે. જ્યારે કે આજી-3 ડેમમાં 586 MCFT પાણીનો જથ્થો છે, જે 31 જુલાઈ સુધી ચાલશે. શહેરને વિવિધ સ્ત્રોતોમાંથી કુલ 155 MLD પાણી પૂરું પાડવામાં આવે છે. જો ચોમાસું નબળું રહે કે પાણીની ઘટ રહે તો સૌની યોજના સહિતના વિકલ્પો પણ ઉપયોગમાં લેવાશે.

(6:22 PM IST)