<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

સાવરકુંડલામાં ખનીજ માફિયા બેફામ બન્યા :ધજડી-ખાંભા માર્ગ પર ખાણ ખનીજની ટીમ પર હુમલો કરાયો

અમરેલી ખાણ ખનીજના ઇન્સ્પેક્ટર કાના સોલંકી સહિત ગાર્ડ પર હુમલો થતા ઇજાગ્રસ્ત.

અમરેલી સાવરકુંડલામાં ખનીજ માફિયા બેફામ બન્યા છે. ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરાયો હતો. ધજડી-ખાંભા માર્ગ પર ખાણ ખનીજની ટીમ પર હુમલો કરાયો છે. ખાનગી કારમાં આવેલા ખાણ ખનીજની ટીમ પર હુમલો કર્યો હતો  ખનીજ માફિયા દ્વારા અધિકારી અને ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો હતો  ખાણ ખનીજ વિભાગે રેતી ભરેલ ટ્રેક્ટર પકડાયા બાદ થયો તેમના પર હુમલો થયો હતો. અમરેલી ખાણ ખનીજના ઇન્સ્પેક્ટર કાના સોલંકી સહિત ગાર્ડ પર હુમલો થતા ઇજાગ્રસ્ત થયા હતા . સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમા હુમલો કરનારા 5 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે .

(6:31 PM IST)