News of Sunday, 14th June 2026
ઓપરેશન સુરક્ષિત સાયબર શક્તિ અંતર્ગત જામનગરમાં રણમલ ( લાખોટા)તળાવ પાસે સાયબર એવરનેસના પેમ્ફલેટનું વિતરણ
વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ અકાઉન્ટ,ફેક અકાઉંટ,ફેક ન્યૂઝ કે અફવા ન ફેલાવવવી વિગેરે સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરાયા

જામનગર :પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી.(ક્રાઇમ અને રેલ્વેઝ) ગુ.રા. ગાંધીનગર તરફથી તારીખ ૧૨/૦૬/૨૦૨૬ થી ૩૧/૦૬/૨૦૨૬ દિન ૧૦ માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોઈ જે અનુસંધાને નાયબ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ,નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીનાઓએ આપેલ સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા ડ્રાઈવ અંતર્ગત તા.૧૪/૦૬/૨૦૨૬ ના રોજ સાયબર લગત ગુનાઓ અટકાવવા બાબતે “રણમલ (લાખોટા) તળાવ” ખાતે સાયબર અવેરનેસ પેમ્ફલેટસનું વિતરણ કરવામાં આવેલ જેમાં ૩૦૦ નાગરિકોને સાયબર અવેરનેસ વિષે માર્ગદર્શન આપવામાં આવેલ અને સાયબર અવેરનેસના ૩૦૦ પેમ્ફલેટસનું વિતરણ કરવાં આવેલ.
આ ક્રાર્યક્રમનું સફળઆયોજન પો.ઇન્સ.આઈ.એ.ઘાસુરાની આગેવાની હેઠળ કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં જામનગરના “રણમલ (લાખોટા) તળાવ” ખાતે ૩૦૦ નાગરિકોને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ અકાઉન્ટ,ફેક અકાઉંટ,ફેક ન્યૂઝ કે અફવા ન ફેલાવવવી વિગેરે સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરવામાં આવેલ ઉપરાંત ઓનલાઈન સુરક્ષા બાબતે ખાસ ટિપ્સ આપવામાં આવેલ તેમજ સાયબર અવેરનેસ અંગેના ૩૦૦ પેમ્ફલેટસનું વિતરણ કરવામા આવેલ.
આ કાર્યક્રમનું પ્રેઝન્ટેશન “સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન” ના પો.સબ.ઇન્સ. એચ.કે.જાલા તથા પો.હેડ.કોન્સ. કુલદીપસિંહ જાડેજા તથા પો.કોન્સ.શબાનાબેન દરજાદા તથા પો.કોન્સ. ભાવિશાબેન વસરા દ્વારા કરવામાં આવ્યું હતું.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
