<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

વિસાવદરને જોડતી ટ્રેનોનુ‌ સ્થળાંતરિત ગ્રોફેડ જૂનાગઢ સ્ટેશન કોઈ કાળે ન ખપે : વિકલ્પે શાપુરથી કનેક્ટીવીટી આપો : જી.એમ.ને રોકડુ પરખાવતા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા

જૂનાગઢ-ગીર સોમનાથ અને અમરેલી મીટર ગેજ લાઈનનુ બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા સહિતના અનેકવિધ મુદ્દે પ્રતિનિધિ મંડળની રેલવેના જનરલ મેનેજરને રૂબરૂ રજૂઆત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :આજે જૂનાગઢ ખાતે રેલ્વેનાં જનરલ મેનેજર રૂબરૂ પધારતા રેલવેના વિવિધ પ્રશ્ને પ્રતિનિધિ મંડળે વિસ્તૃત રજુઆત કરી હતી.
જુનાગઢ, ગીર સોમનાથ,અમરેલી એમ ત્રણ જિલ્લાને બ્રોડગેજની સુવિધા આપવા માંગણી કરાઈ હતી.
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબાર, એડવોકેટ નયનભાઈ જોશી તથા ધારી પત્રકાર સંઘના પત્રકારો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લાના ધારી તાલુકા પત્રકાર સંઘ દ્વારા શરૂ કરાયેલા મિશન બ્રોડગ્રેજ અભિયાન અંતર્ગત આજે જુનાગઢ ખાતે આવેલા મુંબઈ રેલવેના જનરલ મેનેજરને ધારી પત્રકાર સંઘના તમામ પત્રકારો દ્વારા તથા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા તથા વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબાર, વિસાવદરના ધારાશાસ્ત્રી નયનભાઈ જોશી સહિતના લોકોએ અગાઉથી એપોઇનમેન્ટ લઈ બપોરના ૧-૦૦ કલાકે રેલવે સ્ટેશન જુનાગઢ ખાતે મળી રેલવેના વિવિધ પ્રશ્ને રજુઆત કરેલ હતી જેમાં (૧)વિસાવદર ધારી ચલાલા લાઇનને ફેરવી મીટરગેજમાથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા,
(૨) વિસાવદર તાલાલા ગિર સોમનાથ જિલ્લાને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા, (૩)વિસાવદર જુનાગઢ મીટરગ્રેજમાથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા અને
(૪)વિસાવદર વિસ્તાર તથા ત્રણ જિલ્લાના લોકોના હિતમાં રેલવે સ્ટેશન ગ્રોફેડ-જૂનાગઢ ખાતે સ્થળાંતરિત ન કરી જુનાગઢ રેલવે સ્ટેશન જંકશન ખાતે જ રાખવા જેથી ટ્રેનની કનેક્ટિવિટી મળી રહે તે માટે વિસાવદર રેલવેના રૂટને શાપુર જોડવાની માંગણી કરવામાં આવેલ હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, જુનાગઢ શહેરએ  વિસાવદરનું હૃદય છે. જુનાગઢના લોકોને જે ફાટકનો પ્રશ્ન છે તે અમારો પણ પ્રશ્ન છે. વિસાવદરના લોકો જુનાગઢની પ્રજા હેરાન થાય તેવું ક્યારેય ઇચ્છતા નથી, પરંતુ વિસાવદરના લોકો જુનાગઢ સાથે કાયમી જોડાયેલા હોય રોજબરોજના કામો દવાખાના, ખરીદી તથા અભ્યાસ અને વેપાર ધંધા સાથે જોડાયેલ હોય જૂનાગઢ ગ્રોફેડના બદલે વિસાવદર લાઇનને શાપુર સાથે જોડી દેવાઈ તો જુનાગઢના લોકોના ફાટકોનો પ્રશ્ન પણ ઉકેલી શકાય અને ત્રણ જિલ્લાની પબ્લિકને રેલવેની મુસાફરીનો લાભ મળી શકે તેવી રજુઆત કરી હતી. જેમાં પૂર્વે ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા,  તથા ધારાસભ્ય જે.વી.કાકડીયા, ચેમ્બર ઓફ કોમર્સના વિવિધ ગામલોકોના લેટરપેડ તથા અનેક સંસ્થાઓના લેટર પેડ ઉપર આશરે દશેક હજાર લોકોની સહીઓ સાથેની રજુઆત કરવામાં આવેલ હતી.
અમરેલીથી વિસાવદર બ્રોડગેજ સુવિધા અંતર્ગત જુનાગઢ ખાતે રેલવે વિભાગના જી.એમ ને મૌખિક અને લેખિત રજુઆત પ્રતિનિધિ મંડળે કરી હતી. આગામી દિવસોમાં
અમરેલીનાં સાંસદ ભરતભાઈ સુતરીયાને સાથે રાખી વડાપ્રધાનને રજૂઆત કરવા ધારી પત્રકાર સંઘ જવાનું આયોજન હાથ ધરાઇ રહ્યું છે. જૂનાગઢ ખાતે રેલ્વેનાં જનરલ મેનેજરને રજૂઆત સમયે‌ ધારી પત્રકાર સંઘ, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, ચેમ્બર્સ પ્રમુખ દીલીપભાઈ કાનાબાર, એડવોકેટ નયનભાઈ જોશી, ગજેન્દ્રભાઈ વાળા જોડાયા હતા.
આજના આધુનિક યુગમાં નાના શહેરોને બ્રોડગેજથી જોડીને કનેક્ટિવિટી આપવામાં આવે છે ત્યારે અમરેલીથી વિસાવદર સુધી આઝાદી કાળથી દોડી રહેલ મીટરગેજ ટ્રેન સુવિધાને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની માંગ સોશિયલ મીડિયા અને મિડિયાના માધ્યમથી મિશન બ્રોડગેજનાં નામે ચલાવવામાં આવી રહી છે ત્યારે ધારી પત્રકાર સંઘ દ્વારા બિનરાજકીય મુહીમના ભાગરૂપે મિશન બ્રોડગેજ,જનજાગૃતિ અભિયાન, સહી ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. આ મિશન બ્રોડગેજને અમરેલી બ્રોડગેજ કમેટી,સ્થાનિક રાજકીય આગેવાઓ, સામાજિક સંસ્થાઓના પ્રમુખો, ચેમ્બર ઓફ કોમર્સ ધારી તેમજ વિસાવદર દ્વારા જાહેર સમર્થન આપેલ છે. ધારી ચલાલા વિસાવદર ને દેશના વિવિધ રાજ્યો સાથે કનેક્ટિવિટી મળે એવા ઉદેશ્ય સાથે અમરેલી જિલ્લા કલેકટર, અધિકારી તેમજ સાંસદ ભરતભાઈ સુતરીયાને લેખિત આવેદનપત્ર આપવામાં આવેલ હતુ. ત્યારબાદ વિસાવદર શહેરમાં જનજાગૃતિ અભિયાન, સહી ઝુંબેશ ફરીથી શરૂ કરવામાં આવી અને જે અંતર્ગત વિસાવદર રેલ્વે સ્ટેશન ખાતે ધારી પત્રકાર સંઘ, વિસાવદર ના માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, ચેમ્બર ઓફ કોમર્સ તેમજ જાગૃત નાગરિકોની હાજરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતુ. લોકોના હિત માટે ધારી ચલાલા વિસાવદર શહેર તેમજ તાલુકા ની જનતા ના સર્વાંગી વિકાસ માટે આજે તા.૧૪/૦૬/૨૦૨૬ના રોજ જુનાગઢ ખાતે ઈન્સપેકશનમાં આવેલ રેલ્વેના જી.એમ.ને મૌખિક અને લેખિત રજૂઆત કરવા માટે પ્રતિનિધિ મંડળ પહોંચ્યું હતું.
અમરેલી થી વિસાવદર - જુનાગઢ તેમજ વિસાવદરથી સોમનાથ સુધીની બ્રોડગેજ ની વ્યાજબી માંગ સાથે ગયેલ પ્રતિનિધિ મંડળે મૌખિક રજૂઆતો તેમજ લેખિત રજૂઆત કરી હતી. રેલ્વે વિભાગ ના જી.એમ દ્વારા સમગ્ર રજુઆત ને ધ્યાનથી સાંભળવામાં આવેલ હતી. તેમજ રજુ કરવામાં આવેલ લેખિત મુદ્દે રેલ્વે વિભાગ સાથે ચર્ચા વિચારણા કરીને યોગ્ય માં ને ન્યાય આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
અમરેલીથી વિસાવદર - જુનાગઢ બ્રોડગેજ સુવિધા અતિ જરૂરી : પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા : રેલ્વે વિભાગના જનરલ મેનેજર જુનાગઢ ખાતે મુલાકાતે પધારેલા હતા ત્યારે મૌખિક તેમજ લેખિત રજૂઆત કરતી વેળાએ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ જણાવ્યું હતું કે અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાને જોડતી મીટર ગેજ ટ્રેન સુવિધા ને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવે. આ રૂટ હાલ મુસાફર જનતા માટે બ્રોડગેજ સુવિધા ખુબજ જરૂરી ઉપયોગી સાબિત થશે. અમરેલી સુધી બ્રોડગેજ ની કામગીરી પુર્ણતા ને આરે છે ત્યારે અમરેલીથી વિસાવદર - જુનાગઢ સુધી ની મીટર ગેજ ટ્રેન સુવિધા ને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવે. આ વિસ્તારમાં જ્યાર થી ટ્રેન સુવિધા શરૂ કરવામાં આવી છે ત્યારથી લઈને અત્યાર સુધી માં એકપણ જંગલના પ્રાણીઓનુ અકસ્માત થયાનો બનાવ બનેલ નથી. અમરેલીથી વિસાવદર જુનાગઢ વચ્ચે અમુક મીટરમાં ઈક્કો સેન્સિટિવ ઝોન વિસ્તાર આવેલો છે ત્યારે પ્રજાના હિત માટે જરૂરી અમરેલી થી વિસાવદર - જુનાગઢ સુધીની બ્રોડગેજ સુવિધા ને તાત્કાલિક મંજુર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
બ્રોડગેજ સુવિધાથી અમારા વિસ્તારનો વિકાસ થશે : ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ દિલીપ ભાઈ કાનાબાર : જુનાગઢ ખાતે ઈન્સપેકશનમાં પધારેલા રેલ્વે વિભાગના જનરલ મેનેજર ને લેખિત આવેદનપત્ર આપતી વેળાએ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબારે માંગ કરી હતી કે અમરેલી થી વિસાવદર અને વિસાવદરથી જુનાગઢ સુધી બ્રોડગેજ સુવિધા આપવામાં આવે તો અમરેલી જુનાગઢ ગીર સોમનાથ જિલ્લાનો વિકાસ થઈ શકે છે. મુસાફર જનતાને કનેક્ટિવિટી પણ મળશે અને રેલ્વે વિભાગને પુરતા પ્રમાણમાં મુસાફરો પણ મળશે . જુનાગઢ ખાતેના ફાટકના પ્રશ્ને તેઓએ જણાવ્યું હતું કે વિસાવદરથી જુનાગઢ સુધીની બ્રોડગેજ સુવિધા મંજુર કરવામાં આવે અને રેલ્વે સ્ટેશન જે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે રેલ્વે સ્ટેશન નહીં પરંતુ રૂટ ફેરવી ને જુનાગઢ રેલ્વે સ્ટેશન સાથે કનેક્ટીવીટી યથાવત રાખવામાં આવે. ધારી પત્રકાર સંઘ દ્વારા જનજાગૃતિ અને મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત અમરેલી થી વિસાવદર - જુનાગઢ સુધીની બ્રોડગેજ ની માંગ વ્યાજબી પણ છે અને હીતાવહ પણ છે જેને તાત્કાલિક ધ્યાન માં લેવામાં આવે તે જરૂરી છે.
મિશન બ્રોડગેજ માટે સાંસદ સુતરીયાને સાથે રાખી વડાપ્રધાન ને રજુઆત કરવામાં આવશે : ધારી પત્રકાર સંઘ : અમરેલીથી વિસાવદર - જુનાગઢ બ્રોડગેજ મુદ્દે બિન રાજકીય મિશન ચલાવી રહેલ ધારી પત્રકાર સંઘના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તેમજ પત્રકાર મિત્રો એ જણાવ્યું હતું કે ધારી ચલાલા વિસાવદર ને દેશના વિવિધ રાજ્યોના મોટા શહેરો સાથે કનેક્ટીવીટી મળે એ માટેના પ્રયાસોના ભાગરૂપે હવે પછી અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાને સાથે રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રૂબરૂ મળવા માટે અને રજુઆત માટે ધારી પત્રકાર સંઘ જવાનો છે. લોકોના હિત માટે, અમરેલીથી વિસાવદર જુનાગઢ સુધીની બ્રોડગેજ મુહિમ અંતર્ગત અમો સહુ જાગૃત પત્રકારો જ્યાં સુધી બ્રોડગેજ સુવિધા આપવામાં ન આવે ત્યાં સુધી બિન રાજકીય મિશન ગાંધી ચિંધ્યા માર્ગે ચલાવતા રેહશુ. સરકાર અને રેલ્વે વિભાગ અમારી વ્યાજબી માંગ ને વ્હેલા માં વ્હેલી તકે ઉકેલી આપે તેવી આશા અને અપેક્ષા રાખીએ છીએ

(8:50 PM IST)