News of Sunday, 14th June 2026
ધ્રોલના મોડપરગામના પાર્ટીયા પાસેથી પિસ્ટલ તથા કારતુસ સાથે એક આરોપીને ઝડપી લેતી જામનગર એલ.સી.બી. : જુઓ વિડિયો
આરોપી વિરેન્દ્રસિંહ જાડેજાને ઝડપી લઈને આર્મ્સ એકટ હેઠળ કાર્યવાહી: હથિયાર સપ્લાઈ કરનાર મધ્યપ્રદેશના અનિલ ભૂરિયાની શોધખોળ

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટ,નિર્લિપ્ત રાય (IPS) નાઓ ધ્વારા પ્રોહીબીશન, જુગાર તથા હથિયાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામા અસામાજીક પ્રવૃતિ કરતા શખ્શો ઉપર વોચ તપાસ રાખી દારૂ જુગાર તથા હથિયારધારા હેઠળના કેસો શોધી કાઢવા એલ.સી.બી. ના પો.ઈન્સ. ને સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.બી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. ના પો.સ.ઈ. એ.વી.ખેર તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ પ્રોહી જુગાર તથા હથિયારધારા હેઠળના કેશો શોધી કાઢવા અંગે જરૂરી વર્ક આઉટ કરી અસામાજીક ઇસમોની પ્રવૃતિ બાબતે સચોટ માહિતી એકઠી કરવામા આવેલ.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, મયુરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા તથા રૂષીરાજસિંહ વાળાને મળેલ સંયુકત હકિકત આધારે આરોપી વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા( રહે. ખાખરા બેલા-૫, તા.પડધરી જી.રાજકોટ વાળા) ને ધ્રોલ રાજકોટ હાઇવે રોડ ઉપર મોડપરગામ ના પાટીયા પાસેથી લાયસન્સ પરવાના વગરની પિસ્ટલ-૧ કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા એક જીવતો કાર્ટીશ કિ.રૂ. ૧૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ રૂ. ૩૦,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર વિરૂધ્ધ પો.હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઈ. એ.વી.ખેર એ હથિયાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ થવા ધ્રોલ પોલીસ સ્ટેશન સોપી આપેલ છે. હથિયાર સપ્લાય કરનાર અનિલ ભુરીયા રહે. મધ્યપ્રદેશ વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એ.વી.ખેર તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા,ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
