<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

વઢવાણમાં વિવિધ ૩૦૦ પ્રકારના પ્રજાતિઓના પક્ષીઓનો વસવાટ

પક્ષીઓની વસ્‍તી ગણતરી કરવા અંગે સૌરાષ્‍ટ્રનું પ્રથમ શહેર બન્‍યું વઢવાણઃ ૭૦ જેટલી ટીમો કામે લગાવવામાં આવી

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૧૫: અત્‍યાર સુધી સમગ્ર ગુજરાત રાજ્‍યમાં એક માત્ર અમદાવાદ શહેર હતું કે જ્‍યાં પક્ષીઓની વસ્‍તી ગણતરી કરવામાં આવી હતી પરંતુ સૌરાષ્‍ટ્ર ભરના એક પણ જિલ્લામાં અત્‍યાર સુધીમાં પક્ષીઓની ગણતરી થઈ નથી અને સૌરાષ્‍ટ્રમાં કેવા પક્ષીઓ વસવાટ કરે છે તેનો પણ કોઈ પણ પ્રકારનો સર્વે અત્‍યાર સુધી ફોરેસ્‍ટ વિભાગ કે અન્‍ય એનજીઓ સંસ્‍થાઓ દ્વારા કરવામાં આવ્‍યો નથી ત્‍યારે સૌરાષ્‍ટ્રના પ્રથમ ગામ વઢવાણ એવું બન્‍યું છે કે જ્‍યાં પક્ષીઓનો સર્વે હાથ ધરવામાં આવ્‍યો છે સમગ્ર ભારતમાંથી ૭૦ જેટલી ટીમો દ્વારા વઢવાણમાં ધામા નાખી અને પાંચ ઝોન બનાવી અને ત્‍યારબાદ પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે ત્રણ દિવસ સુધી પક્ષીઓની ગણતરીઓ કરવામાં આવશે ત્‍યારે પ્રથમ દિવસ વઢવાણમાં અલગ અલગ પ્રકારના ૩૦૦ થી વધુ પ્રજાતિઓના પક્ષીઓ વસવાટ કરતા હોવાનું નોંધાવા પામ્‍યું છે અને ૩૦૦ થી વધુ પ્રજાતિઓના પક્ષીઓમાં દુર્લભ પક્ષીઓનો પણ સમાવેશ થતા હોવાનું સામે આવ્‍યું છે.

જોકે આ સમગ્ર ગણતરી દરમિયાન ખુદ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ આ કામગીરીનું નિરીક્ષણ માટ વઢવાણમાં આવી પહોંચ્‍યા હતા જેમાં ખાસ કરીને સવારે ૦૫:૦૦ વાગ્‍યાથી લઈ અને ૦૮:૦૦ વાગ્‍યા સુધી અને સાંજે ૫:૦૦ વાગ્‍યાથી લઈ ૦૭:૦૦ વાગ્‍યા સુધી પક્ષીઓની ગણતરી કરવામાં આવશે અને ત્‍યારબાદ જે ટીમો ગણતરી કરવા જઈ રહી છે તે પક્ષીઓ ના ફોટા પણ ખેંચશે અને તેની તસવીર સાથે તેનો એક બાયોડેટા તૈયાર કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ પક્ષી ગણતરીના કાર્યક્રમમાં જોડાયા છે જેમાં ખેડખટ્ટો ચિલોત્રો દુધરાજ નવરંગ વર્ષાલાવરી ગીધ જેવા પક્ષીઓ પણ વઢવાણમાં વસવાટ કરતા હોવાનું સામે આવ્‍યું છે.

પક્ષીની ગણતરી કરવામાં જોડાનાર ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી જીલ દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે અમારી માટે પણ આ ગર્વની પળ છે કારણ કે ે યુનિવર્સિટી દ્વારા પક્ષીઓની વસ્‍તી ગણતરી માટે મોકલવામાં આવ્‍યા છે તેમાં ે કામગીરી પૂર્ણ થયા બાદ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે ત્‍યારબાદ સંપૂર્ણપણે માહિતી મળશે કે વઢવાણમાં કયા પ્રકારના પક્ષીઓ સૌથી વધુ વસવાટ કરે છે કઈ પ્રજાતિના કરે છે અને કેટલી પ્રજાતિના કરે છે તેનો સમગ્ર બાબતનો ખ્‍યાલ ત્રણ દિવસના સર્વે પછી સામે આવી જશે.

 સુરેન્‍દ્રનગર ઉપરાંત ગુજરાત રાજ્‍યના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ આ પક્ષી ગણતરી માટે ટીમો જોડાઈ છે ત્‍યારે આ ગર્વની ક્ષણે અર્જુન મોઢવાડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સૌરાષ્‍ટ્રના અન્‍ય જિલ્લાઓમાં પણ પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવશે જેને લઇને કેવા ઙ્કકારના પક્ષીઓ વસવાટ કરે છે અને લુપ્ત થતા પક્ષીઓ કયા છે તે અંગે તમામ વિગતો મેળવી અને તેનો સર્વે કરવા અંગેની જાહેરાત કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવી છે.

(10:59 AM IST)