<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

વિપક્ષી કોંગ્રેસે આગેવાનનું ભાયાવદર પાલિકા દ્વારા પાણી વિતરણનો મહિને રૂપિયા અઢી લાખનો કોન્‍ટ્રાક્‍ટ અપાયાનું નિવેદન લોકોને ગેરમાર્ગે દોરનારુ

પ્રમુખ રેખાબેન આકરા પાણીએ માનહાનીનો દાવો અને કોર્ટ કાર્યવાહીની ચિમકી

 

(જગદીશ રાઠોડ દ્વારા).  ઉપલેટા તા. ૧૫ :..  ભાયાવદર નગરપાલિકાએ પાણી વિતરણ નો કરાર આધારિત મહિને રૂપિયા અઢી લાખનો કોન્‍ટ્રાક્‍ટ આપ્‍યાના અને સ્‍વભંડોળને નુકસાની કર્યાની વિપક્ષી કોંગ્રેસી આગેવાનના બેહૂદા  નિવેદન સામે નગરપાલિકાના પ્રમુખ રેખાબેન સિણોજીયા એ ભારે રોષ અને આક્રોશ સાથેના એક નિવેદનમાં જણાવેલ છે કે આજની તારીખમાં ભાયાવદર નગરપાલિકાએ જો આવો કોઈ કોન્‍ટ્રાક્‍ટ આપ્‍યો હોય તો પ્રમુખ તરીકે હું રાજીનામું આપી દઉં નહિતર એ કોંગ્રેસી આગેવાન રાજીનામું આપી જાહેર જીવન છોડી દે વધુમાં તેમણે જણાવેલ છે કે અમો સત્તા ઉપર આવ્‍યા પછી એવું કોઈ કળતિઓ કયારેય કર્યું નથી કરવાના નથી કે સ્‍વભંડોળને એક રૂપિયાનું પણ નુકસાન થાય આ કોંગ્રેસી સદસ્‍ય અવારનવાર આવા પાયા વગરના બેહુદા નિવેદનો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તે બાબતે મેં મારા વકીલ સાથે ચર્ચા કરી છે હું તેની સામે માનહાની નો દાવો અને કાનૂની કાર્યવાહી કરતા પણ અટકાઈશ નહીં અને જ્‍યારથી ભાયાવદર ની જનતાએ મારા ઉપર વિશ્વાસ મૂકી મને પોતાનું શુકાન સોપ્‍યું છે ત્‍યારથી હું ચૂંટાયેલ ટીમના સહયોગથી નિષ્ઠાપૂર્વક કામ કરું છું ભૂતકાળમાં પેટ્રોલ ડીઝલની ગડબડ થતી હતી તે મેં શુ કામ સંભાળ્‍યું ત્‍યારથી જડબેસલાક બંધ કરાવેલ છે અને નગરપાલિકા જ્‍યાં પેટ્રોલ ડીઝલ પુરાવે છે ત્‍યાં શહેરની જાગળત જનતા જઈને જાણી શકે છે એ સિવાય જ્‍યાં જ્‍યાં આવી ગરબડો ચાલતી હતી તે ખાતાઓને પણ કડક સૂચના આપી બધું બંધ કરાવેલ છે વધુમાં તેમણે જણાવેલ છે કે નગરપાલિકા ડેમ સાઈડ ઉપર રોજમદારી કર્મચારીઓ દ્વારા કામગીરી થાય છે અત્‍યારે ડેમ સાઈડ ઉપર આઠ-આઠ કલાકની પારીની ત્રણ સીપ માટે કર્મચારીઓના ભાવ મંગાવેલ છે જેમાં ઓછા ભાવ હશે તેને કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવશે કોન્‍ટ્રાક્‍ટ પદ્ધતિથી કામ આપીએ તો નગરપાલિકાના ભારણ ઓછુ થાય અને સ્‍વભંડોળમાંથી તો એક પૈસો પણ આપવો પડે નહીં તેમાં સરકારની ગ્રાન્‍ટ આવે તેમાંથી પૈસા ચૂકવવાના થાય છે નગરપાલિકાને ૧૦૦૦ ટકા ફાયદો થાય છે આવા ઙ્કકારની કોન્‍ટ્રાક્‍ટ ની પ્રક્રિયા હજુ ચાલુ છે કોઈ કોન્‍ટ્રાક આપી દીધો નથી જે હશે તે કાગળ ઉપર અને પારદર્શક હશે અને હું બોલું તેવું કરું નહીં તો પ્રમુખ તરીકે રાજીનામું આપી દઈશ અંતમાં રેખાબેન ને જણાવેલ છે કે આ વિપક્ષી મહાશયે લખ્‍યુ છે કે આ કોન્‍ટ્રાક્‍ટ થી મહિને અઢી લાખનો ખર્ચ થશે તો બાર મહિનાના ૩૦ લાખ રૂપિયા થાય તો આ આ બાબત સાબિત કરી દે પછી મારી સાથે ચર્ચા કરવા જાહેરમાં આવે તેમના આવા લોકોને ગેરમાર્ગે દોરનારા અવારનવારના બેહુદા નિવેદનથી જે તે અખબારોની ગરિમા પણ ઘટે છે અને સૌરાષ્‍ટ્રમાં પ્રગતિશીલ સાહસિક અને શાણી ગણાતી ભાયાવદરની પ્રબુધ્‍ધ જનતા પણ તેમને ઓળખી ગઈ છે અને ટૂંક સમયમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો આગેવાનોને સાથે રાખી અમો એક પ્રતિનિધિ મંડળ સાથે અગાઉથી એપોઇન્‍ટમેન્‍ટ મેળવી રાજકોટના તમામ લોકપ્રિય અખબારોના તંત્ર શ્રી ને રૂબરૂ મળવા જવાના છીએ અને તેમની સમક્ષ હાલમાં નગરપાલિકામાં ચાલતા પ્રજાહિતના વહીવટ નો ચિતાર આપીશું તેવું અંતમાં જણાવેલ છે.

(11:04 AM IST)