<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

લખતરના ભાલાળા નજીક નર્મદાની કેનાલમાં ત્રણ યુવકો ડૂબ્‍યાઃ એકનું મોત

સ્‍થાનિક લોકો દ્વારા બે યુવકોનો આબાદ બચાવઃ ગરમીના કારણે ત્રણ મિત્રો નાહવા પડયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૫: સુરેન્‍દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો ૪૨ ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્‍યારે ગરમીથી બચવા માટે ગ્રામીણ વિસ્‍તારોમાં વસવાટ કરતા લોકો તળાવો કેનાલો અને અન્‍ય જળાશયોનો ઉપયોગ કરતા હોય છે ત્‍યારે ચાલુ વર્ષે સુરેન્‍દ્રનગર જિલ્લામાં અલગ અલગ સ્‍થળો ઉપર ડૂબી જવાના કારણે ૧૦ થી વધુ લોકોના મોત નીપજવા પામ્‍યા છે ત્‍યારે વધુ એક આ પ્રકારની ઘટના બની છે. લખતર તાલુકાના ભાલાળા ગામ નજીક પસાર થતી નર્મદાની કેનાલમાં ત્રણ યુવકો ગરમી હોવાના કારણે નાહવા પડ્‍યા હતા. ત્‍યારે પાણી નો ફોર્સ વધુ હોવાના કારણે ત્રણ યુવકો નર્મદાની કેનાલમાં તણાયા હતા પરંતુ આજુબાજુના સ્‍થાનિક ખેડૂતો અને સ્‍થાનિક લોકોને જાણ થતા તાત્‍કાલિક પણે નર્મદાની કેનાલમાં તણાઈ રહેલા બે યુવકોનો આબાદ બચાવ કરવામાં આવ્‍યો હતો પરંતુ અન્‍ય એક યુવક નર્મદા કેનાલના ઊડા પાણીની અંદર ગરકાવ થઈ ગયો હતો.

સ્‍થાનિક લોકો દ્વારા તેને બહાર કાઢવામાં આવ્‍યો હતો. પરંતુ બહાર કાઢતા સમયે આ યુવકનું મોત થઈ ગયું હતું ત્‍યારે મળતક યુવકનું નામ નિશાર લાલજીભાઈ હોવાનું સામે આવ્‍યું હતું. લખતર પોલીસ તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી જઈ સિવિલ હોસ્‍પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્‍યો હતો.

મળતક યુવકના પરિવારજનોને પણ આ બાબતની જાણ કરવામાં આવી છે ત્‍યારે પરિવાર ઉપર પણ આભ ફાટી પડવા પમાયું છે.

(11:54 AM IST)