News of Monday, 15th June 2026
નામ સાથે સંસ્કાર આપો સત્તાનો સદુપયોગ કરો : જીજ્ઞેશદાદા રાધેરાધે
દ્વારકામાં ચગ પરિવાર આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉમટતા ભાવિકો

(વિનુભાઇ સામાણી -દિપેશ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૧પ : દ્વારકા નગરીમાં ચગ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કથાકાર જીગ્નેશ દાદા રાધે રાધે એ શ્રોતાઓને જીવન જીવવાની અમૂલ્ય શીખ આપી હતી. કથા દરમિયાન તેમણે ભગવાન શ્રીકળષ્ણના ચરિત્ર અને ઉપદેશો દ્વારા અનેક સંદેશા આપ્યા હતા.
કથાકારે ભારપૂર્વક જણાવ્યું કે આજના સમયમાં દીકરા-દીકરીઓના નામ ભગવાનના નામ પરથી પાડવાનો ચલણ છે, પણ માત્ર નામ પાડવાથી કામ નથી ચાલતું. ૅકળષ્ણ નામ પાડ્યું તો કળષ્ણ જેવો પ્રેમ, સત્ય અને કરુણા આવે ખરી? રામ નામ પાડ્યું તો રામ જેવું ધૈર્ય અને એકવચનીપણું આવે ખરી?ૅ નામ તો એક બીજ સમાન છે, પણ સંસ્કાર એનું પાણી છે. નામ સાથે જો સંસ્કાર સીંચીએ તો જ એ નામ સાર્થક થાય છે. ૅનામ ગુણ જોઈને પાડોૅ.
કથામાં ભગવાન શ્રીકળષ્ણ દ્વારા ઈન્દ્રનો અહંકાર ઉતારવાની લીલાનો પ્રસંગ વર્ણવતા જીગ્નેશ દાદાએ કહ્યું કે ભગવાને આ પ્રસંગ દ્વારા સંસારને એક મોટો સંદેશ આપ્યો છે. સત્તા, પદ કે પૈસો મળે એનો અર્થ એ નથી કે વ્યક્તિ સર્વેસર્વા બની જાય. સત્તા મળે તો એનો સદુપયોગ કરીને લોકસેવા કરવી જોઈએ, કોઈને હેરાન કે પરેશાન ન કરવા જોઈએ. આજના રાજકીય અને સામાજિક જીવન માટે આ ઉપદેશ અત્યંત પ્રસ્તુત છે.
કથાકારે વળંદાવન પરિક્રમાની મહિમા ગાતા કહ્યું કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક વળંદાવનની પરિક્રમા કરે છે તેના જીવનના ૮૪ લાખ યોનિના ફેરા છૂટી જાય છે. ૅરાધે રાધેૅના જાપ સાથે કળષ્ણ ભક્તિમાં લીન થઈ જવાથી જીવનનું કલ્યાણ થાય છે.
ચગ પરિવાર દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપીને ધન્યતા અનુભવી હતી. કથા સાંભળીને ઉપસ્થિત સૌ કોઈએ જીવનમાં સંસ્કાર અને સેવાનો સંકલ્પ લીધો હતો.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
