<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

દિલ્‍હીમાં કોળી સમાજના રાષ્‍ટ્રીય અધિવેશનનો પ્રારંભઃ કુવરજીભાઈના અધ્‍યક્ષસ્‍થાને સમાજની એકતા-વિકાસ પર મંથન

કેબિનેટ મંત્રીની આગેવાનીમાં ગુજરાત સહિત દેશભરના સાંસદો, ધારાસભ્‍યો, સામાજિક આગેવાનો અને ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિતઃ ૨૪ તારીખે દિલ્‍હીમાં જ બીજા જૂથનું રાષ્‍ટ્રીય અધિવેશન પણ યોજાશે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૫: દેશભરના કોળી સમાજને એક મંચ પર લાવવા અને સમાજના સર્વાંગી વિકાસ માટેની રૂપરેખા ઘડવાના હેતુથી દિલ્‍હી ખાતે કોળી સમાજના પ્રથમ રાષ્‍ટ્રીય અધિવેશનનો આજે ભવ્‍ય પ્રારંભ થયો છે.

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને કોળી સમાજના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી કુવરજીભાઈ બાવળિયાના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા આ અધિવેશનમાં સમાજના રાષ્‍ટ્રીય એકીકરણ, શૈક્ષણિક અને આર્થિક ઉત્‍થાન, રાજકીય પ્રતિનિધિત્‍વ તેમજ સામાજિક સુરક્ષાના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.

આ પ્રથમ રાષ્‍ટ્રીય અધિવેશનમાં ગુજરાતમાંથી સાંસદ  ઉમેશ પટેલ, ધારાસભ્‍ય ભરતભાઈ વલસાડ,  ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ, કાળુભાઈ ડાભી, દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગટીયા તેમજ સામાજિક આગેવાનો દેવજીભાઈ ફતેપરા, પરષોત્તમભાઈ સાબરીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પીપળીયા સહિત મોટી સંખ્‍યામાં અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા છે.

આ ઉપરાંત દેશના જુદા જુદા રાજ્‍યોમાંથી પણ કોળી સમાજના રાજકીય આગેવાનો, સામાજિક સંસ્‍થાઓના પ્રમુખો, સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્‍યામાં આ અધિવેશનમાં જોડાયા છે. સૌએ સમાજની એકતા, સંગઠન અને વિકાસ માટેના સંકલ્‍પો વ્‍યક્‍ત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે દિલ્‍હી ખાતે જ આગામી તા. ૨૪ના રોજ કોળી સમાજના બીજા જૂથ દ્વારા પણ રાષ્‍ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્‍યું છે. સત બે અધિવેશનોથી સ્‍પષ્ટ થાય છે કે કોળી સમાજ હવે પોતાના પ્રશ્નો અને અધિકારો માટે રાષ્‍ટ્રીય કક્ષાએ સંગઠિત થઈ રહ્યો છે.આ અધિવેશન કોળી સમાજના ઈતિહાસમાં એક સીમાચિホ સમાન ગણાશે, જ્‍યાંથી સમાજના ભવિષ્‍યની દિશા નક્કી થશે તેવી આશા સૌ આગેવાનોએ વ્‍યક્‍ત કરી હતી.

 

(11:54 AM IST)