News of Monday, 15th June 2026
વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન

વિશ્વ રક્તદાતા દિવસના અવસરે યુવાશક્તિ ગ્રુપ મોરબી દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ્રસંગે ગ્રુપના સભ્યો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું તેમજ મોરબીના અન્ય રક્તદાતાઓનું શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન નવા રક્તદાતાઓને નિયમિત રક્તદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સાથે જ માત્ર એક દિવસ પૂરતું નહીં પરંતુ દર ત્રણ મહિને નિયમિત રક્તદાન કરવાનીપ્રેરણા આપવામાં આવી હતી. રક્તદાનથી સમાજને થતા લાભો ઉપરાંત રક્તદાતાના સ્વાસ્થ્ય માટેના ફાયદાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુવાશક્તિ ગ્રુપ દ્વારા સમાજના વધુમાં વધુ યુવાનો અને નાગરિકોને રક્તદાન જેવી મહાન સેવામાં જોડાવા અપીલ કરવામાં આવી હતી,
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
