News of Monday, 15th June 2026
મોરબીમાં બે સ્થળે આગ ભભુકી
વિરપરા રોડ અને નેક્ષસ સિનેમા સામે આગના બનાવઃ સદ્નસીબે કોઇ જાનહાનિ નહિ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૫: મોરબીમાં ફાયર કંટ્રોલ રૂમમાં આગ લાગવાના ૨ અલગ-અલગ કોલ નોંધાયા હતા. ફાયર વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરી બંને સ્થળોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
પ્રથમ બનાવમાં વિશપરા રોડ પાસે બાવળમાં આગ પ્રથમ બનાવમાં, સવારે ૧૧:૦૧ વાગ્યે બિલાની મશીન, વિશપરા રોડ પાસે આવેલ બાવળની ઝાડીઓમાં આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને બુઝાવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
બીજા બનાવમાં નેક્ષેસ સિનેમા સામે શોર્ટ સર્કિટથી આગ બીજો બનાવ બપોરે ૧૩:૨૭ વાગ્યે નોંધાયો હતો. નેક્ષેસ સિનેમા સામે PGVCL લાઈનનું સમારકામ ચાલુ હતું તે દરમિયાન શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. ફાયર વિભાગની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર વ્હીકલમાં પાણી ખાલી થઈ ગયું હતું, પરંતુ નેક્ષેસ સિનેમામાં ફાયર સિસ્ટમ કાર્યરત હોવાથી તુરંત જ ત્યાંથી પાણી ભરવાની વ્યવસ્થા થઈ જતા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર ઝડપથી કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી.(
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
