<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

પોરબંદરમાં સ્‍મૃતિ અને સ્‍પંદન પુસ્‍તકોનું વિમોચન

 

પોરબંદર, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ સંયોજક (ગ્રંથાલય નિર્માણ) વિજય થાનકી દ્વારા લિખિત આત્‍મકથાનક પુસ્‍તક સ્‍મળતિ અને સ્‍પંદનનું ભવ્‍ય વિમોચન સમારોહ યોજાયો હતો. જેમાં કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. ડો.મનસુખભાઈ માંડવીયાએ જણાવ્‍યું હતું કે વિજય થાનકી લિખિત આ ગ્રંથ, એ કાર્યકરો માટે એક સીમાચિホ સમાન છે. આશરે ૫૦૦ પેજનું આ દળદાર પુસ્‍તક અને કાર્યકરોના ઊંડા પરિચય બાબતે વિજયભાઈનું છેલ્લા પાંચ વર્ષનું સંશોધન અને પરિશ્રમ અદભુત છે. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિ.ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, મેયર સાગરભાઈ મોદી, જિ.પંચાયત પ્રમુખ શીતલબેન રમેશભાઈ ઓડેદરા, પ્રદેશ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી, જિ. પ્રભારી વિમલભાઈ કગરાણા, મહામંત્રીઓ પ્રવીણભાઈ ખોરાવા અને પ્રવીણભાઈ ઓડેદરા અને રાજશીભાઈ પરમાર, નિલેશ ઓડેદરા, કેતનભાઇ દાણી, પ્રતાપભાઈ કેશવાલા, ચંદ્રેશ સામાણી સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્‍થિત રહી વિજયભાઈને અભિનંદન આપ્‍યા હતા અને આ પ્રસંગે સ્‍વ. વિજયભાઈ રૂપાણી અને સ્‍વ.રામજીભાઈ પાડલીયાને યાદ કરવામાં આવ્‍યા હતા. પુસ્‍તકોનું વિમોચન કરવામાં આવ્‍યું હતું તે તસ્‍વીર.

(1:38 PM IST)