News of Monday, 15th June 2026
પોરબંદર મનપાની આઇસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ સહિત વિવિધ અદ્યતન સાધનોનું લોકાર્પણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧પઃ સંસદ સભ્ય ડો. મનસુખભાઈ માંડવિયાની ગ્રાન્ટ અંતર્ગત મહાનગરપાલિકા માટે રૂ. ૩૫.૦૦ લાખના ખર્ચે ખરીદ કરવામાં આવેલ અત્યાધુનિક આઇસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ તથા અન્ય વિવિધ અદ્યતન સાધનોનું કેન્દ્રીય મંત્રી ડો. મનસખુભાઇ, કેબિનેટ મંત્રી અર્જુનભાઇ તથા મેયર સાગરભાઇની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિભાગો માટે ખરીદ કરવામાં આવેલ કુલ રૂ. ૮૯.૮૮ લાખના ખર્ચના આધુનિક સાધનોનું લોકાર્પણ ં કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ઔદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, મહાનગરપાલિકાના કમિશનર એચ. જે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં સાધનો પ્રજાને સમર્પિત કરવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકાને ઉપલબ્ધ થતા આધુનિક સાધનોના કારણે શહેરી સેવાઓની ગુણવત્તામાં વધારો થશે તેમજ નાગરિકોને ઝડપી અને કાર્યક્ષમ સેવાઓ પ્રાપ્ત થશે. સંસદ સભ્ય ડો. મનસુખભાઈ માંડવિયાની ગ્રાન્ટ અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા માટે રૂ. ૩૫.૦૦ લાખના ખર્ચે ખરીદ કરવામાં આવેલ અત્યાધુનિક આઇસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જીવનરક્ષક સાધનોથી સજ્જ આ એમ્બ્યુલન્સ ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અકસ્માત, હૃદયરોગ, ગંભીર ઈજાઓ કે અન્ય કટોકટીની પરિસ્થિતિઓમાં દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડતી વખતે જરૂરી તબીબી સુવિધા વધશે
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
