News of Monday, 15th June 2026
પોરબંદરમાં અટલ ઉદ્યાનનું લોકાપર્ણ કરતા ડો.મનસુખભાઈ માંડવીયા

પોરબંદર, તા.૧૫: મહાનગરપાલિકા દ્વારા વિલ્લા સર્કિટ હાઉસ વિસ્તાર પાસે આવેલા ગાર્ડન નં.૨નું રૂ. ૭૬.૬૨ લાખના ખર્ચે આધુનિક નવીનીકરણ પૂર્ણ થતાં, તેનું અટલ ઉદ્યાન નામકરણ કરીને ભારત સરકારના કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ડૉ.મનસુખ માંડવિયાના વરદ હસ્તે તેમજ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અટલ ઉદ્યાનના લોકાપર્ણથી નાગરિકોને વધુ સારી મનોરંજન અને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવાના આશય સાથે આ બગીચામાં અનેક આધુનિક વિકાસકામો કરવામાં આવ્યા છે, જે આગામી સમયમાં બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ બગીચાની સુરક્ષા અને સૌંદર્ય વધારવા માટે ફેરોસિમેન્ટ પ્રવેશદ્વાર સાથે કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. બાળકો માટે વિશેષ ચિલ્ડ્રન પ્લે એરિયા, આધુનિક કોમ્બો પ્લે સ્ટેશન અને આરામદાયક બેઠક વ્યવસ્થા ઉભી કરાઈ છે. યુવાનો અને આરોગ્યપ્રેમી નગરજનો માટે ઓપન જીમ વિસ્તાર વિકસાવીને તેમાં લેગ પ્રેસ, એર વોકર, સાઇક્લિંગ મશીન, આર્મ એક્સરસાઇઝ અને ચેસ્ટ પ્રેસ સહિતના ૬ અદ્યતન જીમ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ અટલ ઉદ્યાનને પ્રકળતિમય અને હરિયાળું બનાવવા માટે રાતરાણી, ચંપો, કનેર, કેપ જાસ્મીન, ક્રિનમ લિલી, જાટ્રોફા, તુલસી, અડુલસા પિંક, ગોલ્ડન ડ્યુરાન્ટા, એકેલીફા માર્બલ, ક્રોટન લેમન, કળષ્ણ વેલ્વેટ, મયૂર પંખ તેમજ રિયો સહિતની વિવિધ પ્રજાતિના આકર્ષક શોભાના છોડ અને વળક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
