<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

ગોહિલવાડ પંથકમાં સોમવતી અમાસે લોકોએ ભક્તિ ભાવથી કર્યું સમુદ્ર સ્નાન અને મેળવી શિવજીની ભક્તિ: ગોપનાથ તીર્થધામમાં ઉમટયો માનવ મહેરામણ

સમગ્ર ગુજરાત ભારતમાંથી લોકોએ ભગવાન ગોપનાથ મહાદેવને ભક્તિ-અર્પીને ભક્તિની સરિતા વહાવી

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થધામ શ્રી મોટા ગોપનાથ મહાદેવ તળાજા તાલુકામાં આવેલા છે જ્યાં નરસિંહ મહેતાએ ભગવાન શ્રી હરિ ની દેવાધિદેવ મહાદેવની કૃપાથી પ્રાપ્તિ કરી હતી એવા ભોળાનાથને સોમવતી અમાસે  રીઝવવા માટે જાણે કે લોકોનું ધોડાપુર ઉમળ્યું હતું  અને માનવ મહેરામણ લાખોની સંખ્યામાં ભગવાન મોટા ગોપનાથને રીઝવવા પહોંચ્યા હતા. બ્રહ્મચારી જગ્યા મોટા ગોપનાથના ગાદીપતિ સીતારામ બાપુએ જણાવ્યું હતું કે બાળપણમાં જ્યારે ત્રણ દિવસના મેળામાં લોકો ઉમટતા અને જે ભાવથી મોટા ગોપનાથનેરિઝવતા અને આખો દિવસ રાસ રમતા  એવી જ રીતે આ સોમવતી અમાસે અને ખાસ કરીને અધિક પુરૂષોત્તમમાસના દિવસોમાં ભાવનગર નહીં પણ સમગ્ર ગુજરાત ભારતમાંથી લોકોએ ભગવાન ગોપનાથ મહાદેવને ભક્તિ-અર્પીને ભક્તિની સરિતા વહાવી હતી.

વહીવટી તંત્રે અને પોલીસ વિભાગે પણ સારી રીતે લોકોને તકલીફ ન પડે તેની કાળજી લીધી હતી.
બ્રહમચારી જગ્યામાં ટ્રસ્ટ તરફ્થી આવેલા સૌ ભાવિકજનોને તકલીફ ન પડે તે રીતે વ્યવસ્થા  જાળવી હતી અને સૌ દર્શન અને પ્રસાદ મેળવી ધન્ય બન્યા હતા.

(7:51 PM IST)