તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
'વન મેન NGO' સંસ્થા દ્વારા ભાવનગરના શિશુવિહાર, બુધ સભા હોલ ખાતે 118મો સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો
સરકારી સહાય ન મેળવતા અને આર્થિક રીતે નબળા ધોરણ 7 થી વધુનો અભ્યાસ કરતા જરૂરતમંદ વિદ્યાર્થીઓને શાળા-કોલેજ જવા-આવવા માટે વિનામૂલ્યે સાયકલ ભેટ

ભાવનગર : સ્વાસ્થ્ય, પર્યાવરણ, સેવા અને સગવડના ચાર પાયા પર કાર્યરત 'વન મેન NGO' સંસ્થા દ્વારા તા.14 રવિવારના સવારે 10:30 કલાકે ભાવનગરના શિશુવિહાર, બુધ સભા હોલ ખાતે 118મો સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા 31 વર્ષથી કાર્યરત આ સંસ્થા દ્વારા સરકારી સહાય ન મેળવતા અને આર્થિક રીતે નબળા ધોરણ 7 થી વધુનો અભ્યાસ કરતા જરૂરતમંદ વિદ્યાર્થીઓને શાળા-કોલેજ જવા-આવવા માટે વિનામૂલ્યે સાયકલ ભેટ આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 4500 થી વધુ વિદ્યાર્થીઓ લાભ મેળવી ચુક્યા છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભાવનગરના મેયર ઉષાબેન તલ .રેજા, મેડિકલ કોલેજના ડીન ડો. ચિન્મયભાઈ શાહ, વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી અચ્યુતભાઈ મહેતા. સિનિયર પત્રકાર વિપુલભાઈ હિરાણીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મહેમાનોને હસ્તે 24 સાયકલનું વિતરણ કરાયું હતું. આયોજક પ્રમોદ વોરા તથા ટીમ દ્વારા સફળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
