<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

દ્વારકાના ગોમતી ઘાટ પર એક વૃદ્ધ પાણીમાં તણાયા : બચાવ દરમિયાન યુવાન પણ પાણીમાં તણાવા લાગ્યો: દિલધડક રેસ્ક્યુ

સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ : લોકો સ્થાનિકોના સમયસરના પ્રયાસોની પ્રશંસા કરી રહ્યા છે.

યાત્રાધામ દ્વારકાના ગોમતી ઘાટ પર એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક વૃદ્ધ પાણીમાં તણાઈ ગયા હતા. ઘટના દરમિયાન આસપાસ હાજર સ્થાનિક લોકોએ તરત જ રેસ્ક્યુ શરૂ કર્યું અને વૃદ્ધને બચાવવાનો પ્રયાસ કર્યો. વૃદ્ધને બચાવવા જતા એક યુવાન પણ પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયો હતો, જેના કારણે થોડા સમય માટે પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. ત્યારબાદ 4 લોકોની મદદથી ભારે જહેમત બાદ વૃદ્ધને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગોમતી નદીમાં તણાયેલા વૃદ્ધનો જીવ માંડ માંડ બચ્યો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો સ્થાનિકોના સમયસરના પ્રયાસોની પ્રશંસા કરી રહ્યા છે.

(10:40 PM IST)