તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 15th June 2026
જામનગર એસઓજીનો સપાટો :મોટી ખાવડી ગામમાંથી ડીગ્રી વગરના ડોકટરને ઝડપી લેવાયો :દવાઓ સહિતનો મુદામાલ જપ્ત : જૂઓ વિડીયો
શુભમ ગેસ્ટ હાઉસ નીચે સંજીવ શર્મા ડિગ્રી વગર બિહારી ક્લિનિક નામનુંદવાખાનું ચલાવતો હતો

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ, રાજકોટનાઓ દ્વારા જામનગર જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા શખ્શો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરી રોક લગાવવા માટે સૂચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીએ જામનગર જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતિ કરતા શખ્શો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ જે અંગે એસ.ઓ.જી.,ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.બી.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સપેકટર એલ.એમ.ઝેર તથા પોલીસ સબ ઇન્સપેકટર એ.વી.ખેરના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા,
દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના વિજયભાઈ કારેણા તથા જયેશભાઈ પઢેરીયા તથા ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ ને બાતમી મળેલ કે, મોટી ખાવડી ગામમા રાજ કોમ્લેક્ષની સામે આવેલ શુભમ ગેસ્ટ હાઉસની નીચે સંજીવ રામલાલ શર્મા નામનો મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતાના હોવા છતા "બીહારી ક્લીનીક" નામનુ દવાખાનુ ખોલી દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ તેમજ ઈન્જેકશનો આપી પૈસા વસુલ કરે છે
તેવી હકિકત આધારે રેઇડ કરી મજકુરના કબ્જામાથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ, વિગેરે સાધનો મળી કુલ રૂ.૪૭૨૮/- નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ મેઘપર ખાતે મેડીકલ પ્રેક્ટીશનર્સ એકટ ૧૯૬૩ ની કલમ ૩૦ તથા B.N.S. કલમ ૧૨૫ મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
