<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

કોર્ટ દ્વારા સજા હુકમના નાસતા ફરતા આરોપી રાહુલ અઘેરાને ઝડપી પાડીને ધ્રોલ પોલીસે જેલહવાલે કર્યો

બાતમીના આધારે નામદાર કોર્ટ દ્રારા સજા પડેલ આરોપી રાહુલભાઈ જેન્તીભાઈ અઘેરાને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવ્યો

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓએ નામદાર કોર્ટ દ્રારા સજા હુકમ થયેલ આરોપીને પકડી જેલ હવાલે કરવાની સુચના કરેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા ડો.રવિ મોહન સૈની (IPS) નાઓએ નામદાર કોર્ટ દ્રારા સજા હુકમ થયેલ આરોપીને પકડી જેલ હવાલે કરવાની સુચના કરતા જામ- ગ્રામ્ય નાયબ પોલીસ અધીક્ષક પિયુષ વાંદા નાઓના માર્ગદર્શન મુજબ તથા ધ્રોલ પોલીસ સ્ટેશન ના પો.ઇન્સ. એચ.વી.રાઠોડ ના માર્ગદર્શનથી નામદાર કોર્ટ દ્રારા સજા હુકમ થયેલ આરોપીને પકડી જેલ હવાલે કરવાની કાર્યવાહીમાં બાતમીદારો દ્રારા આવા નામદાર કોર્ટ દ્રારા સજા થયેલ આરોપીને શોધવા સારૂ સક્રીય હતા

આ દરમ્યાન જામનગર જીલામાં નં ૫માં એડી. ચીફ.જ્યુ.મેજી.સા ની કોર્ટના ક્રીમીનલ કેસ. નં.૭૧૬૫/૨૪ ના કામે આરોપી રાહુલભાઈ જેન્તીભાઈ અઘેરા( રહે.ગાયત્રીનગર, ધ્રોલ તા. ધ્રોલ જી.જામનગર વાળા)ને કેદની સજા ફરમાવેલ જે નામદાર કોર્ટના સજા હુકમના કામે નાસ્તો ફરતા આરોપી રાહુલભાઈ જેન્તીભાઈ અઘેરા (રહે.ગાયત્રીનગર, ધ્રોલ તા.ધ્રોલ જી.જામનગર વાળા )આરોપી ને અટક કરવાનો હોઇ જે અંગે પો.હેડ કોન્સ. સી.જે.જાડેજા તથા પો.કો. મનીષભાઇ મનસુખભાઇ વાડોલીયા તથા દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ સહદેવસિંહ જાડેજા નાઓ ને મળેલ સયુક્ત બાતમી આધારે આજરોજ ઉપરોકત નામદાર કોર્ટ દ્રારા સજા પડેલ આરોપી રાહુલભાઈ જેન્તીભાઈ અઘેરાને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવ્યો
પકડાયેલ આરોપી(૧) રાહુલભાઈ જેન્તીભાઈ અઘેરા રહે.ગાયત્રીનગર, ધ્રોલ તા. ધ્રોલ જી.જામનગર

કામગીરી કરનાર /સ્ટાફ આ કાર્યવાહી પો.ઇન્સ. એચ. વી. રાઠોડ સાહેબ ના માર્ગદર્શન મુજબ આ.સ.ઇ. ડી.જે.ગાગીયા તથા પો. હેડ કોન્સ. સી.જે.જાડેજા તથા પો.કો. મનીષભાઈ મનસુખભાઈ વાડોલીયા તથા દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ સહદેવસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે

(11:13 PM IST)