News of Tuesday, 16th June 2026
જામનગરમાં ટાઉનહોલ ખાતે ત્રિદિવસીય વિકાસ પ્રદર્શનીનો પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે શુભારંભ : જુઓ વિડિઓ
વડાપ્રધાનના ૧૨ વર્ષના વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ

જામનગર:રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે જામનગરના ટાઉનહોલ ખાતે ત્રિદિવસીય વિકાસ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શની તા.15, 16 અને 17 જૂન દરમિયાન સવારે 10:00 કલાકથી સાંજે 5:00 કલાક સુધી જનતા માટે ખુલ્લી રહેશે.
આ પ્રસંગે પ્રભારી મંત્રીએ પ્રદર્શનીનું નિરીક્ષણ કરી વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલા વિકાસકાર્યો, જનહિતલક્ષી યોજનાઓ અને દેશના સર્વાંગી વિકાસના દૃશ્યોનું અવલોકન કર્યું હતું.આ પ્રદર્શનીમાં વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશે વિકાસના વિવિધ ક્ષેત્રોમાં હાંસલ કરેલ નોંધપાત્ર પ્રગતિ, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, ખેડૂતોના ઉત્થાન, યુવાનોને રોજગારીની તકો, ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત, આવાસ, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં અનેક ઐતિહાસિક નિર્ણયો અને યોજનાઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે.
પ્રદર્શનીમાં કેન્દ્ર સરકારની વિવિધ મહત્ત્વાકાંક્ષી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના, જલ જીવન મિશન, સ્વચ્છ ભારત મિશન, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, પીએમ કિસાન સન્માન નિધિ, આત્મનિર્ભર ભારત અભિયાન સહિતની અનેક યોજનાઓ અંગે માહિતી રજૂ કરવામાં આવી છે.
આ વિકાસ પ્રદર્શનીનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશમાં થયેલા વિકાસકાર્યો, અમલમાં મૂકાયેલી જનકલ્યાણકારી યોજનાઓ અને તેના લાભોથી માહિતગાર કરવાનો છે.
આ તકે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ, ધારાસભ્યો સર્વ રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, કલેક્ટર પી.બી.પંડ્યા, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, અગ્રણીઓ બીનાબેન કોઠારી, ડો.વિનોદભાઈ ભંડેરી, અધિકારીઓ, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
