<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

વડાળી નજીક બે મોટરસાઇકલ વચ્‍ચે અકસમાતઃ ચોટીલાના સણોસરાના વિજયભાઇ રંગપરાનું મોત

જસદણ કામ માટે જતી વખતે બનાવઃ રાજકોટમાં દમ તોડયોઃ પરિવારમાં શોક

 

રાજકોટ તા. ૧૬: ચોટીલાના સણોસરાથી જસદણના રસ્‍તે વડાળી નજીક બે મોટરસાઇકલ વચ્‍ચે અકસ્‍માત સર્જાતા ચોટીલાના સણોસરાના યુવાનનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આ યુવાન જસદણ કોઇ કામ માટે જતો હતો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સવારે દમ તોડી દીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ ચોટીલાના સણોસરા ગામે રહેતાં વિજયભાઇ વાલજીભાઇ રંગપરા (ઉ.વ.૩૮) નામના યુવાનને ગત તા. ૧૨/૬ના રોજ સાંજે સાતેક વાગ્‍યે ચોટીલાના વડાળી નજીક અકસ્‍માત નડતાં  જસદણ સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે સવારે દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે નાની મોલડી પોલીસને જાણ કરવામાં આવી હતી.

મૃત્‍યુ પામનાર વિજયભાઇબે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેને સંતાનમાં એક દિકરી છે. બનાવને પગલે પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(10:54 AM IST)