<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

ઉનાઃ કાકા અને ભત્રીજા ઉપર હૂમલો કરીને ઇજા પહોંચાડનાર દીપડો વન વિભાગના પાંજરે પુરાયો

 

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧૬: થોરડી સીમમાં કાકા અને ભત્રીજા ઉપર હૂમલો કરીને ઇજા પહોંચાડી નાસી જનાર દીપડાને વન વિભાગે પકડી લીધો છે.

તાલુકાના થોરડી ગામની સીમમાં ખેતરમાં વાવેલ કેળાના પાકને પાણી વાળતા કાકા માલાભાઈ, અને ભત્રીજા દિવ્‍યેશ ઉપર પ્રથમ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી ત્‍યાર બાદ બાજુ ના ખેતર માં કામ કરતા કેશુભાઈ નારણ ભાઈ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને દીપડા ને પકડવા પાંજરા પાસે ઉભેલ રોજમદાર વન કર્મચારી મનુભાઈ ખોડુભાઈ ખસીયા ઉપર હુમલો કરી આંગળીમાં ઇજા કરી હતી નાસી ગયો હતો.

દીપડા પકડાતો ના હોય ગીર પૂર્વ વન વિભાગ જસાધાર રેન્‍જ ના ડી. સી. એફ. તોમર ના માર્ગ દર્શન હેઠળ આર. એફ. ઓ. ચૌહાણ અને વન વિભાગ ની રેસ્‍કયુ ટીમ એ ડ્રોન કેમેરા થી દીપડા નું લોકેશન મેળવી વન વિભાગ ના વેટરનરી ડોક્‍ટર ની મદદ થી દીપડા ને બેભાન કરવા ગન મારફત ટ્રાન્‍કકયુલાઈઝર ઈજેક્‍શન મારી બેભાન કરી ૩૦ કલાક ની મહેનત બાદ સફળતા મળી હતી.

બેભાન દીપડાને પાંજરે પૂરી જશાધાર એનિમલ કેર સેન્‍ટર માં તપાસ માટે લઈ જવામાં આવ્‍યો છે. દીપડો પકડાઈ જતા લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો.

(11:08 AM IST)