<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

રાજુલાના કોવાયા ગામ નજીક પરપ્રાંતીય યુવક પર સિંહણએ ઘાતકી હુમલો કરી શિકાર કર્યો : ક્ષત વિક્ષત મૃતદેહ મળ્યો

ઘટનાસ્થળેથી માત્ર તેની ખોપરી જ મળી તથા માત્ર પાંસળીના થોડા અવશેષો જ મળ્યા : સ્થાનિકોમાં ભયનો માહોલ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતા પ્રકાશ ચંદ્ર નામના પરપ્રાંતીય યુવક પર એક સિંહણએ ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો. ઘટનાસ્થળેથી માત્ર તેની ખોપરી જ મળી આવી..તથા માત્ર પાંસળીના થોડા અવશેષો જ મળ્યા.જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં આસપાસ પાંચ-સાત કંપની આવેલી છે, જ્યાં લોકો દિવસ-રાત શિફ્ટમાં નોકરી કરે છે

(11:21 AM IST)