<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

વઢવાણના સતવારાપરામાં કોર્પોરેટરોનો ઘેરાવ કર્યો

લેવલ મુજબના રોડ રસ્‍તાના કામો ન થતા મહિલાઓએ કામગીરી બંધ કરાવીઃ સ્‍થાનિક કોર્પોરેટર દોડી આવ્‍યા તો તેનો પણ મહિલાઓએ ઘેરાવ કરીને રોષ ઠાલવ્‍યો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૬: વઢવાણ સતવારા પરા વિસ્‍તારમાં રોડ રસ્‍તાના કામો મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્‍યા છે ત્‍યારે લેવલ વગરના રોડ રસ્‍તાઓ બનાવવામાં આવતા હોવાના કારણે સ્‍થાનિક મહિલાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્‍યો છે અને કામગીરી અટકાવવામાં આવી છે કોન્‍ટ્રાક એજન્‍સી દ્વારા કોઈપણ પ્રકારની રોડ રસ્‍તા અંગેની લેવલ કામગીરી કરવામાં આવતી નથી અને બીજી તરફ મહાનગરપાલિકામાં જ વોર્ડ નંબર ૧૩માં એન્‍જાિનિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીના ઘર પાસે રોડ ઊંચો રાખવામાં આવી રહ્યા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.

રોડનું સંતુલન કરી અને સતવારા પરા વિસ્‍તારમાં આવેલી છ જેટલી શેરી ગલીઓમાં રોડ રસ્‍તાઓ એક સાથે બનાવવામાં આવે અને લેવલ સાથે બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પરંતુ કોન્‍ટ્રાક એજન્‍સી અને સ્‍થાનિક કોર્પોરેટરો દ્વારા આ અંગે નમતું જોખવામાં ન આવતા અને રોડ ઉપર જ રોડ બનશે તે અંગેના ઉડાવ જવાબ આપવામાં આવતા હોવાના કારણે સ્‍થાનિક મહિલાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્‍યો હતો અને કામગીરી બંધ રખાવવામાં આવી હતી.

રોડ બનતા ની સાથે ઘરો નીચા થઈ જાય છે અને ચોમાસામાં દર સમયે સતવારા પરા વિસ્‍તારમાં પાણી ભરાવાની સમસ્‍યા પણ સર્જાઈ રહી છે ત્‍યારે આ અંગે લેવલ કરી અને રોડ રસ્‍તાઓ બનાવવામાં આવે જેથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્‍યા સર્જાઈ છે તેમાંથી નીવેડો આવે અને સ્‍થાનિક લોકોના ઘરોમાં પણ પાણી ન ભરાય આ અંગે મહિલાઓ આગળ આવી અને રોડ બંધ કરાવવામાં આવ્‍યો છે અને સ્‍થાનિક કોર્પોરેટરોનો ઘેરાવ પણ કરવામાં આવ્‍યો છે જ્‍યાં સુધી લેવલથી બનાવવામાં આવે ત્‍યાં સુધી કામ ચાલુ ન થવા દેવાની ચીમકી પણ આપવામાં આવી છે.(

(11:37 AM IST)